પોલીસ આદરેલી તપાસમાં આયુષી એન્ટરપ્રાઈઝની રસીદ મળી છે અને આ રશીદમાં અંકલેશ્વરની કંપનીનું નામ લખાયું છે
સુરત, તા. ૧૧
સુરતના તાતીથૈયા ગામે ટેન્કરમાં કેમિકલ ઠાલવતા મે મજૂરોના મોત નીપજવાની ઘટનામાં અંકલેશ્વર આયુષી એન્ટરપ્રાઈઝનું નામ પણ ચમક્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારની મોડી રાતે પલસાણાના તાતી થૈયા ગામ પાસેની ખાડીમાં એક ટેન્કર નંબર જીજે-૦૨-ઝેડ-૭૯૨૭ માંથી ઝેરી કેમિકલ ઠલવાઈ રહ્નાં હતું ત્યારે આ ઝેરી કેમિકલના કારણે બે મજૂરો ભરત સાથિયા તથા ભગવાન ઉર્ફે મુન્ના ભરવાડને ઝેરી અસર થતાં ઘટના સ્થળે જ બે પાંચના મોત નીપજ્યા હતાં. જ્યારે કે ટેઢન્કર ચાલક ઈન્દ્રજીતસિંહ પરમારને ગંભીર અસર થઈ હતી. જેને હાલ સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે. બનાવ અંગે તપાસ કરતી કડોદરા પોલીસે કેમિકલના સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલ્યા છે. ટેન્કરમાંથી અંકલેશ્વરની આયુષી એન્ટરપ્રાઈઝનં ચલણ રસીદ મળી આવ્યા છે. જેમાં સરનામુ અંકલેશ્વર જીઆઈડીસી, રામેશ્વર પાર્ક ખાતે ડિમોન્ડ ડાયનેકિ કંપની નજીકનું બતાવાયું છે. આ ઘટનાના પગલે પોલીસ તપાસનો રેલો અંકલેશ્વર સુધી લંબાયો છે.
અંકલેશ્વર જીઆઈડીસી કેટલીક કંપનીઓ ઘણા સમયથી રાત્રિના કાળા ડિબાંગ અંધારામાં કાળાં કામો કરતી આવી છે. અગાઉ પણ સુરતથી લઈ અમદાવાદ,વડોદરા ખાતે પણ ગોપનીય રીતે ઝેરી પ્રદૂષિત કેમિકલ ઠાલવવામાં સંડોવાઈ ચૂકી છે. ત્યાર હવે સુરત તથા તે બે મજુરોનો મોત નીપજ્યાïની ઘટના અત્યંત ગંભીર છે. અંકલેશ્વરથી જ જા કેમિકલ ગયું હોય તો સ્થાનિક જીપીસીબી તંત્રનું મોનીટરિંગ કંગાળ છે અને સાબિત થાય છે. અંકલેશ્વર કંપનીઓમાં જીપીસીબી કે પછી ફેકટરી ઈન્સ્પેક્ટર્સનું નિયમિત સધન ચેકિગ હાથ ધરવામાં આવે તો જ આવી ઘટનાઑ પર અંકુશ મેળવી શકાય એમ છે. હાલ તો સુરતની આ ઘટનાનો અંકલેશ્વર સુધીની તપાસમાં શું તથ્યો બહાર આવે છે એ જાવું રહ્યું!!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



