સુરત, તા. ૧૧
કીમ ખાતે બોલાવ ગામ જીઆઈડીસીમાં આવેલી માતાજી ફૂડ પ્રા.લિ. કંપનીમાં ગઈરાત્રિ દરમિયાન ત્રાટકેલા તસકરો રોકડા રૂપિયા ૬.૨૦ લાખ ચોરી પલાયન થઈ ગયા હતા.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કીમ ખાતે બોલાવગામ જીઆઈડીસીમાં સાંતાïજી ફૂડ પ્રા.લી. કંપની આવેલી છે. આ કંપનીમાં ગઈ તારીખ ૯ અને ૧૦મીની રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનું બંધશટર વાકુવાળી અંદર પ્રવેશેલા તસ્કરો અોફિસના ટેબલના તથા કબાટના ખાનામાં રહેલા રોકડાï રૂપિયા ૬.૨૦ લાખની મતા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીના બનાવ અંગે કંપીનીના સીઈઓ શૈલેશભાઈ હર્ષદભાઈ મણિયાર (રહે. મુરલીધર એપાર્ટમેન્ટ, આજીત પાર્ક સોસાયટી, સિટી લાઈટ રોડ, સુરત)એ કીમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




