નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી એક દિવસ ના ઉપવાસ આંદોલન
વિવિધ પડતર માંગણીઓને લઈને રાજ્યના શિક્ષકો આંદોલન ના મૂડમાં : 16 મીના ગાંધીનગર મહા રેલી
રાજપીપળા : આરોગ્ય કર્મીઓ બાદ હવે રાજ્યાના પ્રાથમિક શિક્ષકો પણ પોતાની કેટલીક માંગણીઓને લઈને આંદોલનનું રણશિંગુ ફુક્યું છે અત્યાર સુધી પ્રાથમિક શિક્ષકોને સરકાર લોલીપોપ પકડાવતી આવી છે ત્યારે હવે આગામી ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા પણ હવે શિક્ષકો તૈયાર થયા છે ત્યારે એટલા મોટા વર્ગ ને નારાજ કરી સરકારને ભારે પડે તેમ છે એટલે રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકો પ્રતીક ઉપવાસ આંદોલન કરી સરકાર સામે હાલ બાંયો ચઢાવી છે.
રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર કચેરી સામે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હરેન્દ્ર સિંહ રાઉલજી, રાજ્ય સંઘના મંત્રી, ભરત પટેલ, અશ્વીન તડવી સહીત ડેડીયાપાડા સાગબારા સહીત પાંચેય તાલુકાઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમની માંગ છે કે 1997 થી આજદિન સુધી ભરતી થયેલ તમામ શિક્ષકોને સળંગ નોકરી ગણવી ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને 4200 નો ગ્રેડ પે, એચ.ટાટ શિક્ષકોના આર.આર.(નિયમો) નક્કી કરવા, જૂની પેંશન યોજના લાગુ કરવી., શિક્ષણ સિવાયની અન્ય કામગીરીઓ સોંપવી નહીં, વિદ્યા સહાયકોને એસ.પી.એલ આપવી.સ્પેશીયલ લિવ જેવી માંગો સાથે સરકારી પ્રાથમિક શિક્ષકોના એક દિવસીય પ્રતીક ઉપવાસ કર્યો હતો અને કાળી પટ્ટી પહેરી દેખાવો કર્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





