જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટના એ દેશની ઇન્ટેલિજન્સની કમજોરીને લીધે બની :રાજપીપળાના નિવૃત મેજર જનરલ રણધીર સિંહ
રાજપીપળા :જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં બનેલી આતંકી ઘટના એ દેશની ઇન્ટેલિજન્સીની કમજોરી સાબિત કરે છે.હવે મોદી બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરશે પણ એનાથી કોઈ ફેર નહિ પડે.સર્જીકલ સ્ટ્રાઈક તો પેહલા પણ થતી હતી પણ એ સમયે એનું માર્કેટિંગ નહોતું થતું અત્યારે માર્કેટિંગ થાય છે…આ શબ્દો બીજા કોઈને નહિ પણ જેની ત્રણ-ત્રણ પેઢીએ ભારત દેશની સીમા પર રહી રક્ષા કરી એ રાજપીપળાના સૈન્ય પરિવારના નિવૃત મેજર જનરલ રણધીરસિંહના છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં CRPF જવાનો પર આત્મઘાતી આતંકી હુમલો થયો હતો,જેમાં 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.આ ઘટનાની ઘોર નિંદા કરતા રાજપીપળામાં પોતાનું નિવૃત જીવન ગાળી રહેલા મેજર જનરલ રણધીરસિંહે જણાવ્યું હતું કે વાજપેયી સરકારે જૈશ-એ-મોહંમદના જે આતંકીને છોડી મુક્યો હતો એના માણસોએ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક યુવાનને ભડકાવ્યો હતો અને જેહાદી બનાવ્યો હતો એ યુવાને આ કામગીરી કરી છે.હવે પીએમ મોદી કહે છે કે આનો કરારો જવાબ અપાશે તો આપે મોદી આનો કરારો જવાબ.મને ખબર નથી કે શું જવાબ આપશે,આ ઘટના બાદ લડાઈ પણ નહીં થાય કારણકે પાકિસ્તાને પોતાના નિવેદનમાં એવું જણાવ્યું છે કે આ ુમલામાં અમારો ોઈ હાથ નથી.અમેરિકા અને બીજા અન્ય દેશોએ પાકિસ્તાનને કહ્યું છે કે તમે જે આતંકવાદીઓને શરણ આપો છો એનું જ આ કામ છે.આટલા મોટા પ્રમાણમાં બારુદનો જથ્થો જો લાવી શકાતો હોય તો આપણી ઇન્ટેલિજન્સમાં કમજોરી છે,બાકી આટલો બારુદ જમા કરવો કોઈ આશાન કામ નથી.
મોદી અવશ્ય કશું તો કરશે જ,દેશ પણ ઈચ્છે છે કે તેઓ કશું કરે.લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે જો તેઓ કશું નહીં કરે તો દેશ એમને કમજોર સમજશે.મોદી હવે બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરશે,એ તો પેહલા પણ થતી હતી પણ એ સમયે એનું માર્કેટિંગ નહોતું થતું અને અત્યારે થાય છે.સર્જીકલ સ્ટ્રાઈકથી કશો ફેર નહિ પડે માત્ર દેશ-વાસીઓને ખુશી મળશે કે સરકારે કશું કર્યું.ફરક તો ત્યારે પડશે જ્યારે આ સરકાર પોતાનું શાસન સુધારશે,શાસન ફક્ત કાશ્મીરનું જ નહિ આખા દેશનું સુધારવું જરૂરી છે.ભડકાઉ વિડીયો વાયરલ કરીને દેશના યુવાનોને આવા કૃત્ય કરવા પ્રેરણા આપાય છે એવા યુવાનોને સુધારવા દેશ માટે મોટો પડકાર છે.સરકાર જો આ નહિ સમજે તો આવું થયા જ કરશે.જે રાજકારણીઓ પાકિસ્તાનની તરફદારી કરે છે એમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.જો આપણી અંદરના મુસ્લિમ ભાઈઓ જ આપણી વિરુદ્ધ જશે તો દેશની કોઈ પણ જગ્યા સુરક્ષિત નથી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




