દીપિકા પાદુકોણે વિશાલ ભારદ્ધાજની ફિલ્મ છોડી

0
16

મુંબઈ,તા.૧૦
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારત છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી. તાજેતરમાં જ સલમાને પણ પ્રિયંકાને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. હજુ તો આ મામલો તાજા જ છે તેવામાં વધુ એક એક્ટ્રેસે પણ એક દિગ્ગજ ડાયરેક્ટરની ફિલ્મ છોડી છે.
તાજેતરમાં જ એવા અહેવાલ મળ્યાં હતાં કે દિપિકા પાદુકોણ ફરી એકવાર ઇરફાન ખાન સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મનું ડાયરેક્શન વિશાલ ભારદ્વાજ કરવાના છે. આ ફિલ્મ ગેન્ગસ્ટર સપના દીદીના જીવન પર આધારિત છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનુ શુટિંગ પદ્માવતની રિલિઝ બાદ શરૂ થવાનું હતું.
ફિલ્મનું શુટિંગ શરૂ થાય તે પહેલાં ઇરફાન ખાનની બિમારીની ખબર સામે આવી. કેટલાંક સમય પહેલાં ઇરફાન પોતાની બિમારીની સારવાર માટે ન્યુયોર્ક પહોંચ્યો હતો. હવે તેવા અહેવાલ મળી રહ્યાં છે આ ફિલ્મ પર હવે તલવાર લટકી છે. આ ફિલ્મ માટે લીધેલી સાઇનિંગ અમાઉન્ટ દિપિકાએ પરત કરી દીધી છે.
તેવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે દિપિકા નવેમ્બરમાં રણવીર સાથે લગ્ન કરવા જઇ રહી છે જેના કારણે તેણે આ ફિલ્મ પડતી મૂકી છે. આવામાં દીપિકા માટે ફિલ્મને ટાઈમ આપવો ખૂબ મુશ્કલ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર દીપિકાએ સાઈનિંગ અમાઉન્ટ પરત કરતા કહ્યું છે કે જ્યારે ઈરફાન પાછા આવશે ત્યારે સાથે કામ કરી શું. જ્યાં સુધી ફિલ્મની કોઈ ડેટ સામે ન આવે ત્યા સુધી સાઈનિંગ અમાઉન્ટ રાખવી દીપિકાને ઠીક ન લાગ્યું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY