ચોટીલા ખાતે તા. 22.07.2018 ના રોજ સલાયા મથુરા પાઈપલાઈનમાંથી ઓઇલ ચોરીનું કૌભાંડ પકડી પાડનાર જે તે વખતની સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સહિતના 16 પોલીસ કર્મીઓની પોલીસ ટીમનું રાજકોટ રેન્જ ડી.આઈ.જી. સંદીપસિંહ તથા IOC કંપનીના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતેથી પસાર થતી સલાયા મથુરા પાઇપ લાઇન કે જે દેવસર ગામ ખાતેથી પસાર થાય છે, ત્યાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની કચેરીના હે.કો. સહદેવસિંહ ઝાલા મારફતે મળેલ બાતમી આધારે તા. 22.07.2018 ના રોજ ચોટીલા પોલીસ દ્વારા રેઇડ કરી, સ્થળ ઉપરથી ટેન્કર નંબર GJ 21 T 6161 કિંમત રૂ. 5,00,000/- તથા ચોરી કરવામાં આવેલ 9000 લિટર ઓઇલ કિંમત રૂ. 2,70,000/- તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો સહિત કુલ કીમત રૂ. 7,70,000/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. જે બાબતે આઈઓસીના અધિકારીની ફરિયાદ આધારે ઓઇલ ચોરી અંગે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે. આ ગુન્હામાં ચોટીલા તાલુકાના દેવસર સૂરજ દેવળ ગામે જમીન ધરાવતા જમીન માંલિક આરોપી અમિતભાઇ જ્યોતિષચંદ્ર દવે ઉવ. 27 રહે. શાસ્ત્રીનગર, ચોટીલા જી. સુરેન્દ્રનગર તથા *આરોપીઓ (1) અશોકભાઈ જગુભાઈ ખાચર જાતે કાઠી દરબાર ઉવ. 32 રહે. ભાડલા તા.જસદણ જી. રાજકોટ, (2) મહમદ અબ્બાસ સીદિકહુસેન લાખાણી જાતે ખોજા ઉવ. રહે. જવાહર રોડ, મસ્જિદ ચોક, રાજુલા જી. અમરેલી તથા (3) રવિ ગભરૂભાઈ ધાંધલ જાતે કાઠી દરબાર ઉવ. 20 રહે. ચામુંડાનગર, ચોટીલા જી. સુરેન્દ્રનગરને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. આ ગુન્હામાં ચોટીલા ગામનો જયરાજ ભરતભાઇ કાઠી દરબાર પણ સંડોવાયેલો હોવાની કબૂલાત કરેલ હતી. આ *ગુન્હો કરવામાં આર્થિક તમામ મદદ સમીર ખોજા તથા નદીમ ખોજા દ્વારા પુરી પાડવામાં આવેલ* હતી અને *જયરાજ કાઠી દ્વારા લોકલ વ્યવસ્થા કરવામાં આવેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ હતી. ચોટીલા પોલીસ દ્વારા આ ગુન્હામાં આરોપીઓ (1) નદિમભાઇ સ/ઓ અબ્બાસભાઇ ભુરાણી જાતે મુ.માન ઉ.વ.24 રહે. તળાજા ગુલ્લુભાઇ ભુરાણીની વાડી, ગોપાનાથ રોડ તળાજા, (2) સમીરઝેન ઉર્ફે બાબા સ/ઓ ઇમરાનભાઇ શેરીફ જાતે મુ.માન ઉ.વ.22 રહે. ભાવનગર, રજા પાર્ક, ફલેટ નં.101, એકસલ ગેસ્ટ હાઉસની બાજુમાં, શિશુવિહાર વિસ્તાર, ભાવનગર તથા (3) મહમદસુજા ઉર્ફે બાપુ સ/ઓ અકીલહુસેન રીઝવી જાતે મુ.માન (સૈયદ) ઉ.વ.20 રહે. તળાજા ગુલ્લુભાઇ ભુરાણીની વાડી, ગોપાનાથ રોડ, તળાજા, જી.ભાવનગર ચોટીલા ની પણ ધરપકડ* કરવામાં આવેલ છે. આ પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નદિમભાઇ અબ્બાસભાઇ ભુરાણી આ ગુન્હાનો *માસ્ટર માઈન્ડ* આરોપી છે. ધરપકડ કરવામાં આવેલ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવતા, પકડાયેલ માસ્ટર માઈન્ડ આરોપી નદીમ ભુરાણીએ *ઓઈલની પાઇપ લાઈનમાં પંચર કરવાના એક્ષપર્ટ ઘનશ્યામ સોની અને મુકેશ ઠાકોરને પોતે જ બોલાવેલાની કબૂલાત* કરેલ છે તેમજ *સ્થાનિક ચોટીલા ખાતેની વ્યવસ્થા વોન્ટેડ આરોપી જયરાજ કાઠી દ્વારા કરવામાં આવેલાની પણ કબૂલાત* કરવામાં આવેલ હતી. જેના આધારે ચોટીલા પોલીસ દ્વારા તમામ 08 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. જે પૈકી પાઈપલાઈનમાં પંચર કરવા માટે એક્સપર્ટ એવો ઘનશ્યામ સોની વોન્ટેડ છે.
આજરોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમી ક્ષેત્ર પાઉપલાઇન્સ IOC ના વડા ડી.કે.બેનરજી દ્વારા રાજકોટ રેન્જના વડા ડીઆઈજી સંદીપસિંહ સાહેબના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે સલાયા મથુરા પાઈપલાઇન્સ તથા કંડલા ભટિન્ડા પાઈપલાઇન્સની સલામતી અને સુરક્ષા બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જે મિટિંગમાં રાજકોટ રેન્જના વડા ડીઆઈજી સંદીપસિંહ, પશ્ચિમી ક્ષેત્ર પાઉપલાઇન્સ IOC ના વડા ડી.કે.બેનરજી, જામનગર એસપી શરદ સિંગલ, રાજકોટ એસપી બલરામ મિણા, મોરબી એસપી કરણરાજ વાઘેલા, દેવભૂમિ દ્વારિકા એસપી રોહન આનંદ, સુરેન્દ્રનગર ડીવાયએસપી એ.બી.વાણદ, IOC ના સિક્યુરિટી ઇન્ચાર્જ અકિલ પટેલ, IOCના અધિકારીઓ હાજર રહેલા હતા. આ મિટિંગમાં ચોટીલા ખાતે ઓઇલ ચોરીના ગુન્હાને ડિટેકટ કરી, કુલ આઠ 08 આરોપીઓને પકડી પાડનાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના તત્કાલીન લિબડી ડીવાયએસપી અને હાલ રાજકોટ શહેર ઇસ્ટ ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા, પીઆઇ પી.ડી. પરમાર, પીએસઆઇ જે.જે.ચૌહાણ, હે.કો. સહદેવસિંહ ઝાલા, એ.એસ.આઇ મહેશભાઈ બાર, પોલિસ જવાનો ફારૂકભાઈ, મનીષભાઈ, દેવાભાઈ, હરદેવસિંહ, દેવરાજભાઈ, રાયધનભાઈ, ભગુભાઈ, વિભાભાઈ, ઉદેસિંહ, દીપકકુમાર, રાજેશભાઇ, સહિતના 16 અધિકારીઓનું રાજકોટ રેન્જના ડીઆઈજી સંદીપસિંહ, આઈઓસીના અધિકારીઓ તથા રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, જામનગરના પોલીસ અધિક્ષક ઓની હાજરીમાં સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે રાજકોટ રેન્જના વડા ડીઆઈજી સંદીપસિંહ તથા પશ્ચિમી ક્ષેત્ર પાઉપલાઇન્સ IOC ના વડા ડી.કે.બેનરજી દ્વારા IOC ના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ વચ્ચે સંકલન રાખી, ઓઇલ ચોરી કરતી ગેંગના આરોપીઓની વિરુદ્ધ આંકરા પગલાઓ લઈ, ઓઇલ ચોરીની પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા કાર્યવાહી કરવા સૂચનો કરેલા અને સુરેન્દ્રનગર પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની પ્રસંશા કરી, સમગ્ર ટીમને અભિનંદન પણ આપેલ હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




