આજથી વડોદરા ખાતે ભારતીય કિસાન સંઘના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ.

0
155

દેશભરના તમામ રાજયોમાંથી ૭૯૫ જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે.
— કૃષિ – કિસાનોની સાંપ્રત સ્થિતી કિસાન હિતકારી કૃષિનીતિ અંગે થશે ચિંતન અને સમસ્યાઓ ઉપર થશે પ્રસ્તા પારિત.

– તા. ૨૩/૦૨/૨૦૧૯ના રોજ નગરના નવલખી મેદાન ખાતે થી વિશાળ શોભાયાત્રા યોજાશે.

– તા. ૨૪/૦૨/૨૦૧૯એ નવિન રાષ્ટ્રીય કાર્યકારીણીની રચના સાથે થશે સંપન્ન.

આપણા દેશમાં કિસાનોના અનેક સંગઠનો ચાલી રહયા છે. ભારતીય કિસાન સંઘ એ ખેડૂતોનું, ખેડૂતો માટે, ખેડૂતો ધ્વારા ચાલતુ દુનિયાનુ સૌથી મોટુ અખિલ ભારતીય બિન રાજકીય સંગઠન છે. દેશના લગભગ તમામ રાજયોમાં ભારતીય કિસાન સંઘનું સંગઠન સક્રિય રીતે કામ કરે છે. સંગઠન માં કમશ ગ્રામ્ય સ્તરથી લઈને રાજય થી કેન્દ્રિત સ્તર સુધી પોતાના એકમો કાર્યરત છે.ભારતીય કિસાન સંઘ ના અત્યારે હાલમાં ૩૦,૦૦,૦૦૦/- સભ્યો છે. દર ત્રણ વર્ષે સભ્ય નોધણી કરવામાં આવે છે.તેમજ ગ્રામ્ય એકમ થી લઈને રાજય તેમજ કેન્દ્રીય એકમની ચૂંટણી ધ્વારા રચના કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગ્રામ્ય એકમ,તાલુકા એકમ, જીલ્લા એકમ, રાજય એકમોની ચૂંટણી પુરી કરીને નવીન એકમોની રચના કરાવામાં આવે છે. ચાલુ વર્ષમાં તા.૨૨/૨૩/૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ દેશના તમામ રાજય એકમોના પ્રતિનિઘીઓની ૧૨મું અખીલ ભારતીય અધિવેશન ગુજરાતમાં વડોદરા ખાતે પાયોનિયર પ્રૂપ ઓફ ઈન્સ્ટીટયુટ, આજવા – નીમેટામાં મળી રહેલ છે.આ અધિવેશનમાં ૭૯૫ પ્રતિનિધીઓ તમામ રાજયો માંથી અપેક્ષિત છે.આ પ્રતિનીધી સભામાં નવિન રાષ્ટ્રીય કારોબારી ની રચના સાથે અન્ય વિષયો પર ચર્ચા વિચારણ! માટેના સત્રો હશે.તા. ૨૪/૦૨/૨૦૧૯ શનિવાર ના રોજ વડોદરા, નવલખી મેદાનથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા તમામ પરાંત – પરદેશના પ્રતિનિધિઓ પોતપોતાના બેનર સાથે ભાગ લેશે.ગ્રામ્ય જીવન વગેરે બાબતે ચર્ચા વિચારણાં અંતે દેશની કૃષિ-કિસાનોની સાંપ્રતસ્થિતી ઉપર અને ખેતી તથા દીર અને પ્રસતાવ પસાર કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY