આઠ વર્ષની વયે જ નિવેતને પ્રથમવાર હેટ્રિક ઝડપી હતી ઓસ્ટ્રેલિયાનો સગીર ‘ભારતીય’ બોલર બંને હાથથી બોલિંગ કરવામાં માહિર છે

0
58

ન્યુ દિલ્હી,તા.૨૭
ઓસ્ટ્રેલિયાના અન્ડર-૧૬ ટીમમાં એક ભારતીયને સ્થાન આપવામાં આવ્યું છે. આ ૧૫ વર્ષના બાળકનું નામ છે નિવેતન રાધાકૃષ્ણન. નિવેતનની વિશેષતા એ છે કે તે બંને હાથે બોલિંગ કરી શકે છે. નિવેતનના પિતા પરિવાર સાથે ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયા જતાં રહ્યા હતાં. આ બાળક ડાબા હાથે સ્પિન અને જમણા હાથે મધ્યમ ગતિની બોલિંગ કરે છે. આટલું જ નહીં તે ડાબોડી બેટસમેન પણ છે. તમિલનાડુના ચેન્નઈમાં લોઅર ડિવિઝન મેચ રમતા આઠ વર્ષની વયે જ નિવેતને પ્રથમવાર હેટ્રિક ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૭માં ચેપલે નિવેતનને પ્રથમવાર પારખ્યો હતો. ત્યારે તેણે ન્યૂ સાઉથ વેલ્સ જુનિયર ટીમ માટે ઓપનિંગ કરતાં ૧૯૩ રન ઝૂડી કાઢ્યા હતાં. હાલમાં તે સિડનીની હોમબુશ હાઈ સ્કૂલના ધોરણ-૧૦માં ભણે છે. ઓસ્ટ્રેલિયાની અન્ડર-૧૬ ટીમમાં નિવેતનનો સમાવેશ કરાયો છે અને આગામી નેશનલ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા અન્ડર-૧૭ સામે ટક્કર થનાર છે. ત્યારપછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની યોજના પ્રમાણે નિવેતનને દુબઈ મોકલવામાં આવનાર છે.
નિવેતન વિરાટ કોહલી અને ડિવિલિયર્સ બનવા માગે છે અને મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સ તેના આદર્શ છે. સોબર્સ ઝડપી અને સ્પિન બંને બોલિંગ કરતાં હતાં. નિવેતને જણાવ્યું હતું કે તેને સચિનની ટેકનીક, કોહલીની આક્રમકતા, સ્ટીવ સ્મિથની ગેમ પ્લાન, શાકિબ અલ હસનના આર્મ બોલ અને નેથન લોયનના ઓફ સ્પિન ગમે છે, પરંતુ તે સર ગેર બનવાની ઈચ્છા ધરાવે છે. તેમની જેમ સંપૂર્ણ ઓલરાઉન્ડર બનવા માગે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY