લખનૌ,તા.૪
મહાનગર વિસ્તારમાં હુમલાખોરોએ ભાજપ યુવા મોરચના નેતા પ્રત્યુષ મણિ ત્રિપાઠી પર ચપ્પુથી હુમલો કરીને હત્યા કરી દીધી છે. અઠવાડિયા પહેલા એક યુવતી સાથે છેડતીને લઈને પાડોશીઓ સાથે તેને વિવાદ થયો હતો. હત્યાથી આક્રોશિત પરિવારજનો અને સમર્થકોએ ટ્રોમા સેન્ટર પહોંચીને હંગામો કર્યો. ભારે સંખ્યામાં પોલીસ અને પીએસીને તહેનાત કરાયા છે.
પોલીસના જણાવ્યા મુજબ અમીના બાદના ગગની તળાવ નિવાસી પ્રત્યુષ મણિ ત્રિપાઠી સોમવારે મોડી સાંજે બાઈકથી બાદશાહનગર ગયા હતા. ત્યાં અજ્ઞાત વ્યકિતઓએ હુમલો કર્યો. પ્રત્યુષ ગંભીર રીતે ઘાયલ થઈ રસ્તા પડી ગયા. એક વ્યકિતએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી આપી.
ખિસ્સામાંથી મળેલા ઓળખપત્રથી પ્રત્યુષની ઓળખ કરવાની સાથે પોલીસે તેમને ટ્રોમા સેન્ટર પહોંચાડ્યા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ટ્રોમા સેન્ટર પહોંચેલા પરિવારજનોએ ધારદાર હથિયારથી ઈજાના નિશાન જાતા અઠવાડિયા પહેલા બનેલી ઘટનાના બદલા રૂપે હત્યાનો આક્ષેપ લગાવતા હંગામો શરૂ કર્યો હતો.
ભાજપના યુવા મોરચાના નેતાની હત્યાની જાણ થતા વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાનિધિ નૈથાનીએ ઘણા બધા પોલીસ સ્ટેશનના પોલીસની સાથે પીએસસીને ટ્રોમા સેન્ટર મોકલ્યા. કેસરબાગ પોલીસની ટીમે પ્રત્યુષના ઘરે પહોંચીને પરિવારજનો પાસેથી માહિતી મેળવી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





