ટ્રમ્પે એપલના સીઇઓનું નામ ટિકુકને બદલે ટિમ એપલ કહી દીધુ..!!

0
2

વાશિંગ્ટન,તા.૭
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક મીટિંગમાં વિશ્વની સૌથી મોટી કંપની એપલના સીઇઓ ટિમ કુકનું નામ ભૂલી ગયા. બુધવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકન વર્કફોર્સ પોલિસી એડવાઇઝર બોર્ડની બેઠક મળી હતી. શિક્ષામાં ટેકિનકના મહત્વ પર ચર્ચા માટે મળેલી આ મીટિંગમાં ટિમ કુક પણ પહોંચ્યા હતા. ટ્રમ્પે તેમને ટિમ એપલ કહી દીધા.
ટ્રમ્પે કહ્યુ, ટિમ તમે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ. તમે ચીજાને એવી જ રીતે કરી રહ્યા છો જે હું શરૂઆતમાં ઇચ્છતો હતો. તમે અમારાં દેશમાં ઘણું રોકાણ કર્યુ છે. અમે તેના વખાણ કરીએ છીએ, ટિમ એપલ!
ટ્રમ્પની મીટિંગનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, તેને ૩૬ લાખથી વધુ લોકો જોઇ ચુકવ્યા છે. લોકો પોત-પોતાની રીતે ટ્રમ્પની મજાક ઉડાવી રહ્યા છે. ટ્‌વીટર પર એક યૂઝરે લખ્યું છે – ટિમ એપલ – પ્રેસિડન્ટ ઓરેન્જ!
ટ્રમ્પ પહેલાં પણ અનેક લોકો માટે નિક નેમનો ઉપયોગ કરી ચુકવ્યા છે. તેઓએ આ વર્ષે જાન્યુઆરીમાં જ એમેઝોનના સીઇઓ જેફ બેજાસને જેફ બોજા કહ્યુ હતું. બેજાસના ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટમાં પોતાના વિરૂદ્ધ રિપો‹ટગ પર ટ્રમ્પ અનેકવાર બેજાસ પર નારાજગી વ્યક્ત કરી ચુકવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY