ગરુડેશ્વર આશ્રમ શાળાનો વિવાદ વકરતા આદિવાસી સમાજ મેદાનમાં ઉતર્યો .

0
63

નર્મદા જિલ્લામાં આશ્રમશાળાઓ આદિવાસીઓની સેવા માટે નહીં પૈસા કમાવવા સ્થાપિત હોવાનો આદિવાસી સમાજનો આક્ષેપ

નર્મદા જિલ્લાની ગરૂડેશ્વર સ્થિત શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમ શાળામાં આચાર્ય દ્વારા 4 સગીર વિદ્યાર્થીનિઓની છેડતી મુદ્દે આદિવાસી સમાજનું જિલ્લા કલેકટરને આવેદન

રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમ શાળામાં આચાર્ય દ્વારા 4 સગીર વિદ્યાર્થીનિઓની છેડતીનો મામલો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.તો નર્મદા જિલ્લામાં આશ્રમશાળાઓ આદિવાસીઓનીી સેવા માટે નહીંં પૈસા કમાવવા સ્થાપતિ હોવાનો આક્ષેપ અને શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમ શાળાની માન્યતા રદ્દ કરવાની માંગણી સાથે નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના પ્રફુલ્લ વસાવા,પ્રતાપ વસાવા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમ શાળાના સંચાલકોએ આ ઘટના માત્ર પૈસા કમાવવાના હેતુથી દબાવી દીધી છે,જેથી આ કેસમાં ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને આ સંસ્થાની માન્યતા રદ્દ થાય એવી અમારી માંગ છે. ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં કેટલીક શાળાઓ માત્ર સરકારી ગ્રાન્ટ ખાવા માટે જ સ્થપાયેલી છે,કેટલીક આશ્રમશાળાઓ આદિવાસી વિદ્યાર્થીઓને મજૂર બનાવવાની ફેકટરી જ બની ગઈ છે.બાળકોના નામે આવતી ગ્રાન્ટ આયોજકો પોતાના મોજશોખ માટે જ વાપરે છે.કેટલીક શાળાઓમાં શૌચાલય તથા ન્હાવાની સુવિધા પણ નથી તથા બાળકોને અપૂરતી સગવડો ઉપરાંત ઘેટાં બકરાની જેમ રાખવામાં આવે છે.જે તે જિલ્લાના અધિકારીઓ પણ આશ્રમશાળામાં ચાલતા ભ્રષ્ટાચાર મામલે કાઈ પણ બોલવા તૈયાર નથી જેથી આવી આશ્રમ શાળાઓમાં સમયાંતરે જિલ્લા બહારના રાજયકક્ષાના અધિકારીઓની ટિમ દ્વારા તપાસ કરવામાં આવે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY