રાજપીપળા ટાઉન પી.આઇ અને જિલ્લા પોલીસ વડાને હાઇકોર્ટનું તેંડુ : જરૂરી પુરાવા સાથે હાજર રહેવા સૂચન

0
220

ભાજપ સંગઠન દ્વારા ખોટી રીતે રાજીનામાં મંજુર કરાયા હોવાના આક્ષેપ સાથે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ માટે અરજી કરી હતી.

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. ભાજપે પોતાના અસુંતુષ્ટ સભ્યોના રાજીનામાં ધરી સત્તા તો હાંસલ કરી લીધી પણ આ સત્તા અને ભાજપ સંઘઠન આજે વિવાદોમાં ઘેરાઈ રહ્યું છે. જોકે જેની અસર અન્ય અધિકારીઓને થઇ રહી છે ગત 17 જૂન 2018 ના રોજ રાજપીપળા પોલિસ સ્ટેશનમાં ભાજપાના અસંતુષ્ટ સભ્યો દ્વારા ભાાજપનાાજ હોદેદારોો વિરુદ્ધ છેતરપીંડી ની ફરિયાદ આપેલ હતી પરંતુ પોલીસે જે બાબતે કોઈ કાર્યવાહી ના કરતા ફરિયાદ દાખલ કરાવવા ફરિયાદીઓએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી એ બાબતે ખુલાસા માટે હાઇકોર્ટનું તેંડુ રાજપીપળા ટાઉન પીઆઇ અને જિલ્લા પોલીસ વડા ને આવ્યું છે. જોકે લો એન્ડ ઓર્ડર નું કામ કરતી પોલીસ પણ પાલીકા સત્તાની ઘમાસાણ પીસાઈ રહી છે.

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના ચાર સભ્યોના રાજીનામાં મંજુર થતા વિવાદ થયો હતો. અને આ ચાર સભ્યોને મતદાન થી વંચિત રાખવામાં આવ્યા સાથે પાલિકા સેવા સદનમાં પ્રવેશવા દેવામાં આવ્યા ના હતા, જે બાબતે આ ચાર સભ્યોએ ભાજપ સંગઠન દ્વારા ખોટી રીતે રાજીનામાં મંજુર કરાયા હોવાના આક્ષેપ સાથે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અરજી કરી હતી. અને આ 4 સભ્યએ ભાજપ સંગઠને ભૂતકાળમાં કોરા કાગળ પર સહીઓ કરાવી હતી એ પેપરનો ઉપયોગ રાજીનામાં તરીકે કર્યો હોવાનું પણ આક્ષેપ લગાવ્યો હતો.પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલા ના ભરાતા જેમણે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા અંતે હાઈ કોર્ટે પોલીસને તેડાં મોકલાવ્યા છે.હવે આગામી સમયમાં કોર્ટ શું ફેંસલો લે છે, પોલીસ ને આ ભાજપાના નેતાઓ સામે FIR કરવા હુકમ કરે છે કે કેમ તે જોવું રહ્યું

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY