ઉનાળાની શરુઆત થતાંજ સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર સજ્જ

0
37

રાજપીપળા : ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ખુલ્લી જગ્યામાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ પર પ્રવાસીઓને ગરમી લાગે તે સ્વાભાવિક છે ત્યારે પ્રવાસીઓને આગામી દિવસોમાં ગરમીથી રક્ષણ મળે એ બાબતે વહીવટી તંત્ર ખાસ ધ્યાન આપી રહ્યું હોય દૂર દૂર ના શહેરો માંથી આવતા પ્રવાસીઓને તાપથી બચાવી શકાય તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવેશ દ્વાર નંબર-5થી સ્ટેચ્યૂ સ્થળ સુધી જે એક્સીલેટર બનાવવામાં આવેલા છે. તે એક્સીલેટરની ઉપર ખાસ શેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેનાથી આવનાર પ્રવાસીઓને ઠંડક મળશે અને લૂ લાગવા જેવો ભય ન રહેશે સાથે સાથે ત્યાં તમામ સ્થળ પર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આમ પ્રવાસીઓમાં હાલ ખાસ આકર્ષણ નું કેન્દ્ર બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિી ખાતે પ્રવાસીઓની સવલતમાં વધારો કરાઈ રહ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી 78 મીટરની ઊંચાઈ પર છે ત્યાં પીવાના પાણી સાથે પંખાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે નર્મદા જિલ્લાના કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી ઇ ઓ આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જે હવે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી રહી છે તેમજ ગેટ નંબર 5 પાસે જ્યાં ટિકિટ લેવામાં આવે છે ત્યાં પણ છાયડો ઉભો કરવામાં આવશે જેથી ઉનાળામાં કોઈપણ જાતની તકલીફ પ્રવાસીઓને ન પડે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસીઓ પાસે પાર્કિંગનો વધારાનો કોઇ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો ટિકિટમાં 30 રૂપિયા નો ચાર્જ લેવાશે તે જ લેવાય છે તેમ આઈ.કે પટેલે જણાવ્યું હતું

હાલમાં ઉનાળાની સીઝન છે અને ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો ઉંચો જતો હોય છે ગરમી પડતી હોય છે ત્યારે ઉનાળામાં પણ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને કોઈ પણ જાતની અગવડ ન પડે તે માટેનો પ્રયાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે અને જેથી પ્રવાસીઓ કોઈ પણ જાતની તકલીફ વગર ઉનાળામાં પણ સ્ટેચ્યુ જોઈ શકશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY