ડેડીયાપાડાની ધરમપુર (માંડવી)ખાતે પરણાવેલી પરણીતાએ શોક સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ આપી
રાજપીપળા : પતિ પત્ની ઔર વોહ ના ચક્કરમાં પોતાની પત્નીને હેરાન કરવાના કિસ્સા ઘણા સામે આવે છે ત્યારે હાલ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતેની એક મહિલા પણ આજ રીતે ત્રાસ સહન કરતા કંટાળ્યા બાદ મહિલા પોલીસ મથકે પોહચી અને સાસરિયાઓ સહિત એની જગ્યા છીનવનાર અન્ય સ્ત્રી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડેડીયાપાડા ખાતે રહેતી ફરિયાદી અંગીતાબેનના લગ્ન 2015 માં માંડવી ના ધરમપુર ખાતે રહેતા સંજય ગંભીર વસાવા સાથે થયા બાદ થોડાજ સમયમાં પત્ની અંગીતા સાથે લગ્ન કરવા છતાં અને છૂટાછેડા કે અંગીતાની મંજૂરી લીધા વગર પતિ સંજય ભરૂચ ના નેત્રંગ ની રિના વસાવા ને તેના ઘરમાં બીજી પત્ની તરીકે રાખતા વારંવાર ઝગડા થયા અને વારંવાર અંગિતાને બીજી પત્નીના કારણે શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી અંગિતાને ઘરમાંથી કાઢી મુક્ત અંગીતાબેને પતિ સંજય જેઠ નીતિન સાસુ શારદા અને તેની જગ્યા છીનવનાર બીજી પત્ની તરીકે રહેતી રિના વસાવા સહીત ચાર વિરુદ્ધ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અંગીતાના સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





