ગાંધીનગર,તા.૧૪
રાજ્યમાં અપુરતા વરસાદને લઈને ખેડુતોના પાકને અસર ન થાય તે માટે રાજ્ય સરકારે ૨૦ હજાર કહ્યુસેક્ પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય કર્યો છે. જેનો ઉત્તર ગુજરાતના ગામોને સિંચાઈનો લાભ મળશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ વરસાદમાં પછી રાજ્યમાં મોટા પાયે ખેડુતોએ વાવેતર કર્યું હતું. અપુરતા વરસાદમાં સરકારે સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખેડુતોનો પાક બચાવવા માટે ૨૦ દિવસ સતત ૨૦ હજાર કહ્યુસેક્ પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ૧૫ તારીખથી સતત ૨૦ દિવસ સરદાર સરોવર ડેમમાંથી ૨૦ હજાર કહ્યુસેક્પાણી છોડાશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણમાં પાણી છોડાશે. ઉત્તર ગુજરાતના ૪૦૦ જેટલા ગામોના તળાવો પાણીથી ભરવામાં આવશે.
સુજલામ સુફલામ કેનાલમાં આઠસો ક્્યૂસેક પાણી છોડાશે. ધરોઇના કમાન્ડ એરિયામાં પણ ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય કરાયો છે. ઉત્તર ગુજરાતમાં ચાલીસ હજાર એકર જમીનને આ પાણીનો લાભ થશે. તો સૌરાષ્ટ્ર માં પણ સુજલામ સુફલામ માફક સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવશે. સૌરાષ્ટ્ર માં સૌની યોજનામાં બારસો ક્્યૂસેક પાણી છોડાશે. જેમાં આજી એક, મચ્છુ બે સહિતના ડેમો ભરવામાં આવશે. જ્યારે કે અમદાવાદ અને બાવળા આસપાસના વિસ્તારમાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં ૬ર હજાર એકર વિસ્તારમાં ડાંગર માટે હાલના તબક્કે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.
નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદામાં જીવંત ૩૯ ટકા પાણીનો જથ્થો મળ્યો છે. આ વર્ષે ૫.૮૪ મિલિયન એકર ફૂટ પાણી મળ્યું છે. જે ગત વર્ષ કરતા થોડું વધારે છે. પાણી અને સિંચાઈ મુદ્દે રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણી સાથે ગુરુવારે ચર્ચા થઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





