રાજપીપળા : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૩ મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૧૯ માં આદર્શ આચારસંહિતાનો ચૂસ્તપણે અમલ થાય તથા ઉમેદવારો અને વિવિધ રાજકીય પક્ષો તરફથી કરવામાં આવતાં ખર્ચ તથા અન્ય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ ૬ જેટલા પ્રવેશનાકા (ચેકપોસ્ટ) પર કુલ- ૧૨ જેટલી સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરીને ભારતના ચૂંટણીપંચ દ્વારા ગત તા.૧૦ મી માર્ચ, ૨૦૧૯ નાં રોજ લોકસભા સામાન્ય ચૂંટણીઓની કરાયેલી ચૂંટણીઓની જાહેરાત સાથે જ GPS સીસ્ટમના વાહનો સાથે તેને કાર્યરત કરાઇ છે.
જિલ્લાના તમામ પ્રવેશ નાકા (ચેકપોસ્ટ) માટે ફરજ ઉપર મુકાયેલી સ્ટેટીક સર્વેલન્સની પ્રત્યેક ટીમમાં એક કાર્યપાલક મેજીસ્ટ્રેટ, એક વિડીયોગ્રાફર અને ૩ સશસ્ત્ર પોલીસ કર્મચારીઓને બે શીફ્ટમાં ફરજો સોંપવામાં આવી છે. આ તમામ ટીમોને એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલ તરફથી મળતી ફરિયાદો સંદર્ભે જરૂરી કાર્યવાહી હાથ ધરીને તેનો અહેવાલ રજુ કરવાની કામગીરી-જવાબદારી સોંપવામાં આવી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




