ડેકાઇ ગામની યુવતી અને ઉંડવા ગામના યુવાનના એક વર્ષથી નક્કી થયેલા લગ્ન બાદ સિવિલ મેરેજ કરતાજ છૂટાછેડા ની વાત આવતા યુવતીએ નિર્ભયા ની મદદ લીધી

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામની રેશ્માબેન તડવી અને ઉંડવા ગામના મહેશ તડવી ના એક વર્ષથી લગ્ન નક્કી થયા બાદ ગત તારીખ 12 માર્ચે બંનેએ સિવિલ મેરેજ કર્યા બાદ મહેશ પોતાના માં બાપ અને કુટુંબીજનો ના દબાણથી છૂટાછેડા આપવાની વાત કરતા રેશ્માના પગ તળે થી જમીન સરકી જતા તેને નિર્ભયા ની મદદ માટે એક અરજી કરી જેથી નિર્ભયા ના પીએસઆઇ કેકે પાઠક અને કેવડિયા પીએસઆઇ એઆર ડામોર સહીત ની પોલીસ ટિમ રેશ્મા અને મહેશના પરિવાર સાથે ગામના સરપંચ ને ભેગા કરી જરૂરી માર્ગદર્શન આપતા આખરે લગ્નની તારીખ નક્કી કરી સામાજિક રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેથી રેશ્મા અને તેના પરિવાર માં ખુશી છવાઈ હતી આમ નિર્ભયા ટિમ અને કેવડિયા પીએસઆઇ ની મદદથી એક યુવતીની જિંદગીનો સંસાર ઉજડતા બચી ગયો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





