માળિય પંથકમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર એલસીબી ટીમે ઘોસ બોલાવી હતી અને દરોડા કરીને ચાર સ્થળેથી દેશી દારૂનો આથો, દેશી દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
માળિયા પંથકમાં નવાગામ નજીક સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય તેવી બાતમીને આધારે એલસીબી ટીમે દરોડા કર્યા હતા જેમાં ચાર દરોડામાં પ્રથમ દરોડામાં નવાગામની સીમમાંથી ૪ બેરલ આથાના અને દેશી દારૂ સહીત ૩૫૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી ઇમરાન જેડા રહે નવાગામ વાળાનું નામ ખુલ્યું છે જયારે બીજા દરોડામાં ૫ બેરલ આથો કીમત રૂ ૩૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી અનવર જેડાનું નામ ખુલ્યું છે તે ઉપરાંત ત્રીજા દરોડામાં ૪ બેરલ આથો અને દારૂ સહીત ૩૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી અમરૂદિન જેડાનું નામ ખુલ્યું છે
તો અન્ય દરોડામાં આથો અને દારૂ સહીત ૨૮૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે અને આરોપી અસ્લમ જેડા રહે નવાગામ વાળા સામે ગુન્હો નોંધ્યો છે આમ ચાર સ્થળેથી દેશી દારૂ અને આથાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે જોકે ચારેય આરોપી હાજર નહિ મળી આવતા તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



