પૂર્વ સૈનિકોની જમીન માંગણી અને હથિયાર પરવાનાઓ બાબતે જિલ્લા પ્રશાસન તરફથી અગ્રતા અપાશે : નર્મદા કલેક્ટર

0
185

રાજપીપલામાં ડૉ. આંબેડકર હોલ ખાતે માજી સૈનિકો / સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ-પરિવારજનોનું યોજાયેલું માજી સૈનિક સંમેલન

રાજપીપળા: નર્મદા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્ન વસવાટ અધિકારી આર.આર. બોરડે, પેટા તિજોરી અધિકારી પી.કે. મોરલીયા, નર્મદા જિલ્લા પૂર્વ સૈનિક મંડળના પ્રમુખ સુરેશભાઇ વસાવા, પૂર્વ સૈનિક કલ્યાણ વ્યવસ્થાપક સી.એન. મોરી સહિત પૂર્વ સૈનિકો / સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓ અને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં રાજપીપળામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રવિવારે યોજાયેલા માજી સૈનિક સંમેલનને સંબોધતા જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ દેશની રક્ષા કાજે ખડે પગે સેવાઓ આપનાર સૈનિકોની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, પોતાના પરિવાર-સ્નેહી સંબંધીઓ અને સમાજથી દુર રહીને રાષ્ટ્રની રક્ષા કાજે પોતાની જાન પણ ન્યોચ્છાવર કરી છે, ત્યારે કારગીલ યુધ્ધમાં શહીદી વ્હોરનાર ગુજરાતના ૧૨ જેટલા વીર શહીદોની સ્મૃતિ તાજી કરતાં નિનામાએ આ જિલ્લાના વીર સપૂતોએ પણ કારગીલ યુધ્ધમાં સેવાઓ આપી છે, તેમ જણાવી ગુજરાતના કારગીલ યુધ્ધના શહીદોની સંયુક્ત તસ્વીર કચેરીઓમાં રાખીને આપણી સ્મૃતિપટ પર તેઓ હંમેશા છવાઇ રહે, તેવુ નમ્ર સૂચન પણ કર્યું હતું.

જિલ્લા કલેક્ટર એ માજી સૈનિકોની જમીન માંગણી સંદર્ભે સૈનિકોની સમિતી બનાવવા અને તેના યોગ્ય નિકાલ માટે સમયાંતરે બેઠક યોજવાની તત્પરતા દર્શાવવા ઉપરાંત હથિયાર પરવાનાઓ ંદર્ભે પણ અગ્રા અપાશે, તેમ જણાવી પોતાની જાતની પરવા કર્યા વિના દેશ માટે સૈનિકો તરફથી અપાતા યોગદાન બદલ જેમ સૈનિકો અને શિક્ષકોનું દેશમાં સન્માન થાય છે તે જ રીતે સૈનિકો માટે પણ જે તે સમાજ તરફથી ઉચિત સન્માન થાય તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કલેક્ટર હસ્તે વીરનારી તથા વાર ક્ષતિગ્રસ્ત થયેલા પૂર્વ સૈનિકોના વિધવા ધર્મપત્નીઓ શ્રીમતી કમલાબેન માનસીંગ ચૌહાણ અને યતીષભાઇ મનસુખભાઇ ઠાકોરને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરાયું હતું . તદ્ઉપરાંત માજી સૈનિક વિઠ્ઠલભાઇ પ્રજાપતિ તરફથી પુરસ્કૃત અને સંમલનમાં ઉપસ્થિત સ્વ. પૂર્વ સૈનિકોની તમામ વિધવા ધર્મપત્નિઓને સાડી તેમજ પૂર્વ સૈનિકોને કેપનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમના પ્રારંભે શહીદોના માનમાં બે મિનિટનું સામુહિક મૌન પાળી વીર શહીદોને સૌએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

જિલ્લા સૈનિક પુર્ન વસવાટ અધિકારીની કચેરી સુરતના નાયબ કલેક્ટર આર.આર. બોરડે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પૂર્વ સૈનિકો અને સ્વ. સૈનિકોના પત્નિઓ-પરિવારને વિવિધ સરકારી યોજનાકીય લાભો પહોંચાડવામાં કરાતી સહાયરૂપ કામગીરીની ભૂમિકા આપી હતી અને અંતમાં આભારદર્શન પણ બોરડે કર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY