જિલ્લા ચુંટણી પંચના વારંવારના છબરડાઓ સામે રાજ્ય ચૂંટણી પંચ દિશા નિર્દેશ આપશે…?!

0
15

નાંદોદ ચૂંટણી પંચનો વધુ એક છબરડો સામે આવ્યો 

પ્રોફેસરને બનાવ્યા આસિસ્ટન્ટ પ્રીસાઇડીંગ અને ક્લાર્કને પ્રીસાઇડીંગ ઓફીસર

રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ આચાર સહિત નો અમલ કડક થયો છે પરંતુ ચૂંટણી પંચના એક બાદ એક છબરડા સામે આવી રહ્યા છે ત્યારે આ બાબતે રાજ્ય ચૂંટણી પંચ કોઈ દિશા નિર્દેશ આપશે …?

બે દીવસમાં નાંદોદ ચુંટણીતંત્રનો બીજો એક છબરડો સામે આવ્યો છે. પહેલા રાજપીપળાની કન્યા વિનય મંદીરનાં આચાર્ય અને જીલ્લા કોંગ્રેસનાં પ્રવકતા જતીન વસાવાને પ્રીસાઇડીંગ ઓફીસર તરીકે હુકમ કરાયા બાદ આજે ફરી એક નવો છબરડો ામે આવ્યો છે.જેમાં રાજપીપળાની રત્નસિંહજી મહીડા કોમર્સ કોલેજનાં પ્રોેસર ડૉ. હિતેશ ાંધીને આસિસ્ટન્ટ પ્રીસાઇડીંગ ઓફીસર તરીકેનો હુકમ આપવામાં આવ્યો તો તે જ કોલેજનાં કલાર્કને પ્રીસાઇડીંગ ઓફીસર તરીકેનો હુકમ બજાવાયો હતો.

ગત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓમાં પ્રો.ડૉ.હિતેશ ગાંધીને ઝોનલ ઓફીસર તરીકેની જવાબદારી સોંપાઈ હતી અને લોક્સભાની ચુંટણીમાં આસિસ્ટન્ટ પ્રીસાઇડીંગ ઓફીસર તરીકેનો હુકમ જોયા બાદ તેઓ ચોંકી ઉઠયા હતા અને તપાસ કરતા તેમની કોલેજનાં જ એક ક્લાર્કને પ્રીસાઇડીંગ ઓફીસર તરીકેનો હુકમ જોતા તેઓને અહેસાસ થયો હતો કે, આ નાંદોદ ચુંટણી તંત્રની ભુલ છે.

પ્રીસાઇડીંગ ઓફીસરે મતદાન કેન્દ્રનાં પ્રમુખ અધિકારીની ફરજ નિભાવવાની હોય છે,જ્યારે પ્રીસાઇડીંગ ઓફીસરે પ્રમુખ અધિકારીનાં તાબામાં મતદાનની કામગીરી કરવાની થતી હોય છે,ત્યારે આવા છબરડાને કારણે ચુંટણી તંત્રની કામગીરી પર શંકા જાય તે સ્વભાવિક છે.જાણવા મળેલ માહીતી મુજબ ડેટા એન્ટ્રી દરમ્યાન જ આ પ્રકારની ક્ષતી રહી જાય છે ત્યારે ડેટા એન્ટ્રી થયા બાદ તેનાં ક્રોસ વેરીફીકેશનની પણ વ્યવસ્થા હોવી જોઇએ નહીં તો આવી ભૂલો વારંવાર સામે આવે એમાં કોઈ નવાઈ નથી ત્યારે જીલ્લા ચૂંટણી પંચ દ્વારા થતી વારંવારની ભૂલો સામે રાજ્ય ચુંટણી પંચ દિશા નિર્દેશ આપશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY