ભુજ,બુધવારઃ
ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના જાહેર કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર ૧-કચ્છ(અ.જા.) સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ચૂંટણી તા.૨૩/૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. જે અંગેના ચૂંટણી અંગેના ઉમેદવારી પત્રો આવતીકાલ તા.૨૮/૩/૨૦૧૯થી ચુંટણી અધિકારી ૧-કચ્છ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર કચ્છ કલેક્ટર કચેરી ભુજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૧-કચ્છ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ભુજને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ પ્રથમ માળ જિલ્લા સેવા સદન ખાતેથી ઉમેદવારી પત્રના ફોર્મ ઉપર મેળવી મોડામાં મોડાં ૪ એપ્રિલ ૨૦૧૯ (ગુરૂવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧-૦૦ થી બપોરના ૩-૦૦ વાગ્યા સુધીમાં પહોંચાડી શકશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છના જણાવ્યા અનુસાર ઉમેદવારી પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છની કચેરી જિલ્લા સેવા સદન ભુજ – કચ્છ ખાતે તા.૫ મી એપ્રિલ ૨૦૧૯ (શુક્રવાર)ના રોજ સવારના ૧૧-૦૦ વાગ્યે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેચવા અંગેની નોટીસ ઉપર દર્શાવેલ અધિકારીઓ માંથી ગમેતે એક અધિકારીને તેમની કચેરીમાં તારીખ ૮મી એપ્રિલ ૨૦૧૯ સોમવાર ના રોજ બપોરના ૩-૦૦ વાગ્યા પહેલા પહોંચાડી શકાશે, તેમ વધુમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



