રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિતે હેલ્થ કેમ્પનું આયોજન

0
9

આજ રોજ ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ” નિમિતે લોક્દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ (ચક્ષુબેંક) તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાંચ, રેડક્રોસ બ્લડ બેંક, લાઈન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ તેમજ સક્ષમ સુરત ના સયુક્ત ઉપક્રમે આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત સંસ્થા દ્રારા કતારગામ જી.આઈ.ડી.સી.માં આવેલ ગૌતમ નગર હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં “છેવાડાના માનવીની આરોગ્ય તપાસ કરી અને તેને યોગ્ય સારવાર મળે તે હેતુ થી “હેલ્થ કેમ્પ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ૮૨ જેટલા લોકોના આરોગ્ય ની તપાસ ડો. પ્રફુલ્લભાઈ શિરોયા દ્વારા કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ લોકોને ફરી માં દવા આપવામાં આવી હતી. ડો પ્રફુલભાઈ દ્રારા લોકોને જણાવ્યું હતું કે હાલ વધતા જતા તાપમાન થી બચવા પોષ્ટિક આહાર તેમજ વધુ પ્રમાણ માં પાણી પીવાથી શરીર ને નીરોગી બનાવી શકાય,મસાલેદાર અને વધારે પડતા તળેલા ખોરાકથી દુર રહો,આકરા તડકા બહાર નીકળતા પહેલા પોતાને કવર કરીને બહાર નીકળો ખાસ કરીને માથાને અને ત્વચાને કોઈ પણ રીતે બચાવો.તેના માટે ટોપી,સ્કાર્ફ,અને ગોગલ્સનો ઉપયોગ કરી શકો છો.ગરમી માં ખાસ કરીને સુતરાવ કપડા જ પહેરવાનો આગ્રહ રાખો જેથી કરીને તે ઝડપથી
પરસેવો ચુસી લે વગેરે વધતા જતા તાપમાનથી બચવાના ઉપાયો કહ્યા હતા. તેમજ “પહેલું સુખ તે જાતે નર્યા” ના સૂત્ર ને સાર્થક કર્યું હતું.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા દિનેશભાઈ પટેલ , હિરેનભાઈ ગજેરા,રાજેશભાઈ મેર, કિશોર પટેલ, અશોકા બાડત્યાં, ઈશ્વર બેહેરા, જતીન્દ્રનાથ લેંકાએ ભારે જહેમત ઉપાડી હતી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY