સુપ્રીમ કોર્ટે શારદા ચીટફંડ કૌભાંડને ગંભીર ગણાવ્યું, સીબીઆઈને કરી ટકોર

0
6

ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટે મંગળવારે શારદા ચીટ ફંડ કેસને ખૂબજ ગંભીર પ્રકારનું કૌભાંડ ગણાવ્યું હતું તેમજ આ મામલે મહત્વની વિગતો બહાર આવી શકે તેમ હોવાથી આંખ આડા કાન ના કરાય તેવી ટિપ્પણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કરી હતી. શારદા ચીટ ફંડ કેસમાં સીબીઆઈએ ફ્રેશ સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કર્યા બાદ સુપ્રીમે આ પ્રકારની ટકોર કરી હતી. સીબીઆઈ દ્વારા તાજેતરમાં આ કૌભાંડ સંદર્ભે કોલકાતાના પોલીસ વડા રાજીવ કુમારની શિલોંગમાં વિસ્તારપૂર્વક પૂછપરછ કરાઈ હતી.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું, ‘આ કેસમાં ખૂબજ ગંભીર હકિકતો સામે આવતા આંખ આડા કાન ના કરી શકાય.’ બેન્ચમાં જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નના સમાવેશ થાય છે. આ કેસમાં રાજીવ કુમાર સહિત અન્યોને સાત દિવસ બાદ જવાબ આપવા જણાવ્યું છે. સુપ્રીમના મતે સીબીઆઈનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં હોવાથી તેઓ આ મામલે અન્ય પક્ષને સાંભળ્યા વગર કોઈ ચુકાદો આપી શકે નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY