રાજપીપળા એસટી ડેપોમાં બસો માંથી ઉતરતા મુસાફરોનું લાઈન ચેકરો દ્વારા વારંવાર ચેકીંગ થતા પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં ફફડાટ

રાજપીપળા એસટી ડેપોમાં રોજની 4 થી 4.50 લાખની આવક પરંતુ હાલ પરીક્ષાઓ અને આકરી ગરમીમાં ફરવા જતા મુસાફરો ઘટતા 50 હજાર જેવો ઘટાડો
રાજપીપળા : નર્મદા જિલ્લાનું મોટું રાજપીપળા ડેપો કેટલીક સુવિધાઓ બાબતે ભલે વગોવાયેલો હોય પરંતુ ડેપોની આવક સારી હોવાથી અગાઉના વર્ષોમાં ખોટ કરતી એસટી નિગમ હાલ સારી આવક મેળવી રહી છે જોકે હાલ ગરમીના કારણે અમુક ટકા મુસાફરો જરૂર ઘટ્યા છે સાથે છેલ્લા ત્રણેક દિવસથી ડિવિઝન, ઇન્ટર ડિવિઝનના લાઈન ચેકરો ્વારા ોજ સવારે આવતી બસો માંથી ઉતારતા મુસાફરો અને પાસ ધરાવતા વિદ્યાર્થીઓના ચેકીંગ થી વિદ્યાર્થીઓમાં ફફડાટ જરૂર જોવા મળે છે પરંતુ આ રૂટિન કાર્ય છે કેમકે અગાઉ લાલા ટિકિટ (મફત ) માં મુસાફરી કરતા કેટલાક મુસાફરો અને અમુક રોકડી કરતા સ્ટાફના કારણે એસટી ને ઘણી ખોટ સહન કરવી પડતી હતી પરંતુ હાલ અચાનક ચેકીંગ સહીત બસોમાં લાગેલા જીપીએસના કારણે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે .
ડેપો મેનેજર એન.એમ.કલ્યાણી ના જણાવ્યા મુજબ હમણાં રાજપીપળા એસટી ડેપોની રોજની આવક માં થોડોક ઘટાડો થયો છે બાકી ગરમી પેહલા રોજની આવક 4 થી 4.50 લાખ હતી પરંતુ હાલ ગરમીનું પ્રમાણ ઘણું વધ્યું અને પરીક્ષાઓના કારણે બહાર ફરવા જતા મુસાફરોની સંખ્યા ઘટી હોય રોજની આવકમાં 50 હાજર જેવો ઘટાડો નોંધાયો છે .
રોજ ચેકીંગ કરતા લાઈન ચેકારો બાબતે પૂછતાં કલ્યાણી એ જણાવ્યું કે એમનો પ્રોગ્રામ દર મહિને હોય જેમાં ડિવિઝન અને ઇન્ટર ડિવિઝન માંથી પ્રોગ્રામ લઈ ચેકારો આવતા હોય છે પરંતુ પેહલાની જેમ કોઈ ખાસ વગર ટિકિટના મુસાફરો મળતા નથી છતાં ઉપરથી કાર્યક્રમ મુજબ ચેકીંગ કરાય છે ક્યારેક મારે પણ અમુક જગ્યા એ ચેકિંગમાં જવું પડતું હોય છે પરંતુ હવે મુસાફરો ટિકિટ લેવા ટેવાઈ ગયા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




