નર્મદામાં મતદાર જાગૃત્તિ માટે કોલેજનાં 1100 વિદ્યાર્થીઓ માટે યોજાઇ “સિગ્નેચર ઝુંબેશ”

0
29

“ અબ વતન દબાયેગા બટન ”૨૩ મી એપ્રિલે ગુજરાત-નર્મદા કરશે  મતદાન

યુવા વિદ્યાર્થીઓએ પોતે મતદાન કરવાની સાથે પોતાના પરિવાર, પડોશીઓ, મિત્રોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવાં લીધો સામૂહિક સંકલ્પ

રાજપીપળા : નર્મદા જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલ ના રોજ યોજાનારા મતદાનમાં મતદારો મહત્તમ ભાગ લઇ લોકશાહી શાસન પ્રણાલીને વધુ મજબુત બનાવવાની સાથે તેનું સંવર્ધન થાય તેવા હેતુથી ચૂંટણીપંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિનાં હાથ ધરાયેલાં કાર્યક્રમોને પ્રજાસમૂહ તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યોં છે, ત્યારે મતદાન માટે મળેલા અધિકાર અન્વયે પોતાના જીવનમાં સૌ પ્રથમ વખત અમૂલ્ય મતાધિકારનાં ઉપયોગ થકી તા.૨૩ મી એપ્રિલે મતદાન કરવા કોલેજમાં અભ્યાસ કરનાર નર્મદા જિલ્લાનાં યુવાધનમાં  ઉત્સાહ-ઉમંગ સાથેનો ભારે થનગણાટ જોવા મળી રહ્યોં છે.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં પણ આગામી તા.૨૩ મી એપ્રિલનાં રોજ યોજાનારા મતદાનમાં જિલ્લાનાં તમામ મતદારો અચૂક ભાગ લઇને મહત્તમ મતદાન કરે તેવા આશયથી સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિાં અનેકિધ કાર્યક્રમો જિલ્લામાં યોજાઇ રહ્યાં છે, જેનાં ભાગરૂપે આજે રાજપીપળા મુખ્ય મથકે એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને એમ.આર. કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા મતદાર જાગૃતિનાં “સહી ઝુંબેશ” નાં વિશેષ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા યુવા મતોત્સવ કાર્યક્રમમાં અંદાજે ૧૧૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મોટા ભાગે પોતાનાં જીવનમાં પ્રથમ વખત મતદાન માટેનો લ્હાવો મેળવનાર યુવા મતદારોની નોંધપાત્ર હાજરી જણાઇ હતી.

કોલેજ ખાતે ૪૦×૪ નાં કેન્વાસ ઉપર પોતાની સહી કરીને મતદાર જાગૃત્તિ માટેની આ “સહી ઝુંબેશ” નો પ્રારંભ કરાવ્યો હતો. કોલેજમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને કોલેજના આચાર્ય ડૉ. શૈલૈન્દ્રસિંહ માંગરોલા સહિત આશરે ૪૦ થી ૪૫ જેટલા કોલેજ પરિવારનાં સદસ્યઓએ પણ આ સહી ઝુંબેશમાં ભાગ લઇ અચૂક મતદાન માટેનાં સંકલ્પ કર્યો હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપળાની ઉક્ત કોલેજ ખાતે દરરોજ પ્રાર્થના બાદ ૯૩.૫ રેડિયો એફ.એમ. દ્વારા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત આર.જે. દેવકી મારફત “અબ વતન દબાયેગા બટન” મતદાનની અપીલ કરતો ઓડીયો ક્લીપ પ્રસારિત કરીને કોલેજ દ્વારા મતદાર જાગૃત્તિમાં વિશેષ યોગદાન આપવામાં આવી રહ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY