ગુજરાતના નામચીન બૂટલેગરો કૈલાશ રાઠી,બાબુ મારવાડી, વિજુ સિંધી,પરેશ દુધવાલા સહિત આ કેશના 9 આરોપીઓ કોર્ટમાં 6 વરસથી હાજર જ થયા નથી.
રાજપીપળાની એડીશનલ jmfc કોર્ટમાં આ કેશ પેન્ડિંગ છે.સમન્સ અને પકડ વોરંટ જાહેર કરવા છતાં પણ આરોપીઓ કોર્ટમાં હાજર થતા નથી
કોર્ટે તમામ સામે crpc કલમ 82 મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.તમામ 9 આરોપીઓને 30 દિવસમાં હાજર થવા ફરમાન.
રાજપીપળા : દેશની સૌથી મોટી વિદેશી દારૂની રેડ 2013 માં નર્મદાના ચિત્રોંલ ખાતે થઇ હતી. જેમાં ગુજરાતના નામચીન બૂટલેગરો કૈલાશ રાઠી,બાબુ મારવાડી,વિજુ સિંધી,પરેશ દુધવાલા સહિત આ કેશના 9 આરોપીઓ કોર્ટમાં 6 વરસથી હાજર જ થયા નથી.જે છેલ્લા 6 વર્ષ થી ભાગતા ફરતા હોય તમામ ને 30 દિવસમાં હાજર થવા રાજપીપળાની કોર્ટે તમામ સામે crpc કલમ 82 મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 11 એપ્રિલ 2013નાં રોજ નર્મદા જિલ્લાનાં ચીત્રોલ ગામે તત્કાલીન સુરત આઈજીપી હસમુખ પટેલની ટીમે રેઇડ કરી હતી જેમાં કુલ 2,84,04,000ની કિંમતની 1,17,732 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી, સાથે 74 લાખનાં વાહનો સાથે કુલ- 3,58,28,900 રૂ.નો મુદામાલ જપ્ત કરીને કુલ 19 આરોપીઓ સામે FIR થઇ હતી.હાલ સુરેન્દ્રનગર SP મહેન્દ્ર બગડિયાએ આ રેઇડ કરી હતી. આ કેશનાં ફરિયાદી વાપી ASP નાં રીડર PSI ડી.એમ.મિશ્રા (હાલ ભાવનગર પીઆઇ )એ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ કેશની તપાસ ચાલતા કુલ 19 આરોપીઓની ધરપકડ કરાઈ હતી,કોર્ટમાં કેશ ચાલવા છતા પણ 9 આરોપી લિકર માફિયા હાજર થતા નથી.રાજ્યમાં દારૂબંધીનાં કડક અમલમાં આ માફિયાઓ બાધારૂપ બન્યા હોવા છતાં પોલીસ પકડ બહાર છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે રાજપીપળાની એડીશનલ jmfc કોર્ટમાં આ કેશ પેન્ડિંગ હાથ પર લઇ આજે કોર્ટે તમામ સામે crpc કલમ 82 મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તમામ 9 આરોપીઓને 30 દિવસમાં હાજર થવા ફરમાન કર્યું છે
બોક્ષ : કોણ કોણ ગુનેગારો છે.
1. ઇમરાન નજમુદ્દીન ખાન, રહે. માધવનગર, રઝાબિલ્ડીંગ, પાંચમો માળ, રૂમ નં- ૫૦૪, આર.એ.કે. રોડ, વડાલા, મુંબઇ-૩૧
2. મહંમદસાદીક અબ્દુલગફાર શેખ, રહે. ચાર રસ્તા રાજપીપલા રોડ, નેત્રંગ, તા. વાલીયા, જિ. ભરૂચ
3. બળદેવ ઉર્ફે ગુરૂ સુંદરદાસ વૈષ્ણવ, હાલ રહે. ઇંદીરા આવાસ તરોપા ગામ, તા. નાંદોદ, જિ. નર્મદા, મૂળ સાંચોએ, જિ. જાલોર, રાજસ્થાન,
4. રીજુલાલ ઉર્ફે રાજુ ભાખરસીંગ રાણા, હાલ રહે. ઇંદીરા આવાસ તરોપા ગામ, તા. નાંદોદ, જિ. નર્મદા, મૂળ રહે. બાડમેર, રાજસ્થાન,
5. નિર્મલ S/o લાલુ લવજી ડીંડોર હાલ રહે. ઇંદીરા આવાસ તરોપા ગામ, તા. નાંદોદ, જિ. નર્મદા, મૂળ રહે. કાલીકણપાડા, તા.િ. બાંસવાડા, રાજસ્થાન
6. મગનભાઇ કાળુભાઇ મકવાણા, હાલ રહે. ઇંદીરા આવાસ તરોપા ગામ, તા. નાંદોદ, જિ. નર્મદા, મૂળ રહે, બાગીદોરા, જિ. બાંસવાડા, રાજસ્થાન,
7. નીલેશ ઉર્ફે લાલો મગનભાઇ માછી, હાલ રહે. સંખેડા સ્ટેટ બેંકના ખાંચામાં, તા. સંખેડા, મૂળ રહે. વિદ્યાનગર, હરિઓમ નગર-૧, તા.જિ.-આણંદ,
8. કૈલાસ ગોવિંદરામ મહેશ્વરી ઉર્ફે કૈલાશ રાઠી રહે. સંજીવની હોસ્પિટલ પાસે, એસ.ટી. ડેપોની બાજુમાં, બહાદુરગઢ, દિલ્હી બોર્ડર હરિયાણા,
9. વિનોદ ઉર્ફે વિજુ ઉર્ફે વિજય મુરલીધર ઉદવાણી, હાલ રહે. એ/૮, વલ્લભ કોમ્પલેક્ષ, જૈન દેરાસરની બાજુમાં, મહાવીર હોલ, ચાર રસ્તા, વડોદરા
10. પરેશ જયકીશન ઉર્ફે જેકિશનદાસ દુધવાલા, હાલ રહે. બંગલા નં.બી/૫/૬, દિવ્યપ્રભા સોસાયટી, તાડવાડી, રાંદેર રોડ, સુરત,
11. બાબુલાલ S/o સોહનલાલ લુમ્બાજી શાહ (જૈન) ઉર્ફે બાબુ મારવાડી, હાલ રહે.૩૪, મોતીનગર સોસાયટી, શાસ્ત્રી રોડ, બારડોલી, જિ. સુરત
12. ભરતભાઇ કોકો શાહ, રહે. સુરત રેલ્વે સ્ટેશનની બાજુમાં, મૂળ રહે. મહેશખૂટ, નવા બજાર, થાણા ગોગરી, જમાલપુર, જિ. અગરીયા, બિહાર
13. વિશ્વાસભાઇ અમરસિંહ વલવી, રહે. તારાપુર, મંદિર ફળીયુ, તા. નવાપુરા, જિ. નંદુરબાર
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




