મોરેશિયસના મંચ પર ડાન્સ રજૂ કરવા તત્પર બનેલા કલાકારો સાથે છેતરપિંડી

0
17

સુરતની નૃત્યમય એકેડમીને વડોદરાનો ઠગ બનાવી ગયો
સુરત, તા. ૬
મોરેશિયસ ખાતે યોજાનારા હિન્દુ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતની અનેક ડાન્સ ક્લાસીસના વિદ્યાર્થીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર વડોદરાના ચીટર કનુ બાલાભાઈ પટેલ સામે પમ સુરત ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ થી હતી. ઘોડદોડ રોડ ખાતે આવેલ નૃત્યમય એકેડમી અોફ ડાન્સ સાથે રૂપિયા ૬,૯૪૦૦૦ની ઠગાઈ કરવામાં આવી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ સીમા રો હાઉસમાં રહેતા અને ઘોડદોડ રોડ આચમન સોસાયટીમાંï નૃત્યમય એકેડમી ઓફ ડાન્સ ક્લાસી ચલાવતા ચૈતાબેન ધવલકુમાર મહેતાએ આરોપી કનુ બાલુભાઈ પટેલ (કિર્તીગમા પ્રોડક્શન, વડોદરા) વિરદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની ડાન્સ ક્લાસીસના વિદ્યાર્થીઓને મોરેશિયસ ખાતે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અને થનાર ખર્ચ મોરેશિયસ સરકાર પરત આપશે તેવો વિશ્વાસ આપી છ વિદ્યાર્થી અને ફરિયાદી ટીચર સહિતના પાસેથી રૂ.૬,૯૪૦૦૦ મેળવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આરોપી કનુભાઈ બાલાભાઈ પટેલે ભૂજના માધાપરની નુપૂર ડાનસ એકેડમી સાથે પણ રૂ.૧૦.૨૩ લાખની ઠગાઈ થઈ હતી. જે સંદર્ભે ભૂજ બી ડિવીઝન મથકે ફરિયાદ પણ નોîધાઈ હતી અને આરોપી કનુ પટેલની ધરપકડ થઈ હતી. આરોપી કનુ પટેલે આ રીતે ગુજરાતભરમાં ડાન્સ ક્લાસીસના વિદ્યાર્થીઅો સાથે ઠગાઈ કરી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું કહેવાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY