તિલકવાડાના નમારીયા ગામની કેનાલ પાસે અપંગ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

0
23

અપંગ યુવાને કેવી રીતે ઝાડ પર ઉંચો થઇ ગાળિયો બાંઘી ફાંસો ખાધો તે બાબતે અનેક શંકા 

રાજપીપળા : તિલકવાડાના નમારીયા ગામની કેનાલ પાસે એક અપંગ યુવાનનો પોતાના જ સર્ટ નો ફંદો બનાવી ફાંસો ખાઈ ગયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી સ્થાનિક ખેડૂતે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

તિલકવાડા તાલુકાના નમારીયા અને સોઇકુવાની વચ્ચે આવેલ કેનાલની બાજુમાં નમારીયા ગામની સીમમાં એક અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાન કે જે જમણા પગ થી અપંગ હતો.જેને કોઈ અગમ્ય કારણસર ગત રોજ ગાંડા બાવળની ડાળ સાથે પોતાના પહેરેલ શર્ટથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી આ બાબતે શાહપુરના ભયજી ચીમન ને જાણ થતા તેને તિલકવાડા પોલીસને જાણ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY