રાજપીપળા પાસે બાઈકનું ટાયર ફાટતા પાછળ બેઠેલા વ્યક્તિનું ઇજા બાદ મોત

0
24

રાજપીપળાથી મજૂરી કામ કરી પર મો.સા.ઉપર ઘરે જતા ગરુડેશ્વર તાલુકાના બે મિત્રોની બાઈકનું ટાયર ફાટતા એકનું મોત 

રાજપીપળા : રાજપીપળા થી મજૂરી કામ કરી ઘરે જેઇ રહેલા બે મિત્રો ની બાઈક નું અચાનક રસ્તામાં પાછલું ટાયર ફાટતા અકસ્માત થયો જેમાં એકનું ઇજા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું .

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના જુનવદ ગામ થી રાજપીપળા ખાતે મજૂરી કામ અર્થે આવેલા બે મિત્રો પૈકી જશવંત જેઠાભાઇ વસાવા, રહે ,નવવાઘપુરા ,ગરુડેશ્વર અને ઉમેદ કડુંજીભાઈ વસાવા , રહે ,જુનવદ, ગરુડેશ્વર ગતરોજ રાજપીપળા મજૂરી કામ કરી બાઈક નં-જીજે ૨૨ જે ૯૯૮૭

ઉપર ઘરે જતા હતા વડીયા જકાતનાકા આગળ આદર્શ નિવાસી શાળા પાસે હાઇવે રોડ ઉપર અચાનક ગાડીનુપાછળનુ ટાયર ફાટતા જશવંતભાઈ વસાવાએ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા પાછળ બેઠેલ ઉમેદભાઇ રોડ પર પડી જતા માથાના ભાગે ઇજા થતા પ્રથમ સારવાર રાજપીપળા સીવીલ હોસ્પીટલમા કરાવી ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જયા સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું રાજપીપળા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY