અકતેશ્વર ગામ પાસેથી બાઈક પર જતા દંપતીને હાઇવા ટ્રકે ટક્કર મારતા પુત્રનું મોત,માતા પિતાને ઇજા 

0
35

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતેશ્વર ગામ નજીકથી બાઈક ઉપર જતા દંપતીની બાઈકને ટ્રકે ટક્કર મારતા પુત્રનું સ્થળ પરજ મોત થયું હતું જયારે માતા પિતાને ગંભીર ઇજા થઈ હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર સંખેડા જિલ્લાના ક્રિષ્નાપુરા ગામના અરવિંદભાઈ તડવી તેની પત્ની સવીતાબેન તથા પુત્ર સંજય પોતાની મો.સા.નં. GJ-34-F-0940 લઇ નર્મદા નદીથી ભાદરવા તરફ જતાં હતા તે વખતે અકતેશ્વર ગામે સાંજરોલી જવાના રોડ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી એક હાઇવા ટ્રક નંબર GJ-21-W-6993 નો ચાલક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મો.સા.ને ટકર મારતા બાઈક સવાર ત્રણેય રોડ ઉપર પડી જતાં અરવિંદભાઈ,સવીતાબેનને હાથે પગે ઇજઓ થઈ હતી તેમજ પુત્ર સંજયના માથા ઉપર હાઇવા ટ્રકનું ટાયર ચઢાવી દઇ ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નીપજાવી ટ્રક ચાલાક નાશી ગયા બાદ પકડાઇ ગયો હોય પોલીસે અરવિંદભાઈ તડવીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY