રાજપીપળા શહેરમાં આખો દિવસ લાઈટો બંધ રહેતા 45 ડિગ્રી તાપમાનમાં લોકો શેકાયા

0
32

સવારે નક્કી કરેલા સમયે વીજ કંપનીએ પુરવઠો બંધ જરૂર કર્યો પરંતુ કોઈ સરકારી કામના કારણે એક ઉચ્ચ અધિકારીનો ફોન આવતા ફરી અડધો કલાક લાઈટો ચાલુ કરાયા બાદ બંધ 

સોસીયલ મીડિયા ઉપર લોકો એ આ બાબતે પોતાનો આક્રોશ ઠાલવ્યો પરંતુ નિષ્ઠુર તંત્ર ને કોઈ અસર નહીં થતા આખો દિવસ પુરવઠો બંધ રહ્યો 

રાજપીપળા : રાજપીપા શહેરાં શનિવારે વીજ કંપની એ મેન્ટેનન્સ માટે આખો દિવસ વીજ પુરવઠો બંધ રાખ્યો હોય 45 ડિગ્રી આકરી ગરમી વચ્ચે લોકો તોબા પોકારી ઉઠ્યા હતા જોકે જાહેરાત મુજબ સવારે લાઈટો બંધ કર્યા બાદ થોડીજ વારમાં ફરી ચાલુ થતા લોકોને એમ લાગ્યું કે કદાચ વીજ કંપની એ વધુ ગરમીના કારણે મેન્ટેનન્સ નો પ્રોગ્રામ રદ કર્યો હશે પરંતુ અમારા પ્રતિનિધિએ વીજ કંપનીના ફરિયાદ સેન્ટર પર ફોન કરતા જાણવા મળ્યું કે એક સાહેબનો કોઈ કામ અર્થે ફોન આવ્યો માટે અડધો કલાક લાઈટ ચાલુ કરી છે જોકે અડધો કલાક માં ફરી લાઈટો બંધ થઈ અને લોકોનો આક્રોશ યથાવત જારી રહ્યો ત્યારબાદ સોસીયલ મીડિયા પર એક બાદ એક વીજ કંપનીના અધિકારીઓ ઉપર અને લાઈટો બંધ રાખવાની પરવાનગી આપનાર અધિકારીઓ પર કોમેન્ટ ચાલુ રહી જેમાં લોકોએ પોતપોતાનો ગુસ્સો ઠાલવ્યો તેમ છતાં આંધળા તંત્રના પેટનું પાણી હાલ્યું નહિ અને આખો દિવસ લાઈટો વગર 45 ડિગ્રી ના તાપમાન માં રાજપીપળા ની પ્રજા પરસેવે રેબઝેબ થઈ નાના બાળકો રડતા રહ્યા બીમાર વૃધો પણ તોબા પોકારી ઉઠ્યા અને ખાસ તો હાલ લગ્ન સીઝન હોય દરજીઓ સહિતના વેપારીઓ ના ધંધા બંધ જેવા રહ્યા હતા ત્યારે આ તમામે વીજ કંપની ઉપર પોતાનો ઉભરો સોસીયલ મીડિયા દ્વારા ઠાલવ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY