ડેડીયાપાડા વનવિભાગ દ્વારા પરવાનગી વિનાના ખેરના લાકડા ભરેલો ટેમ્પો સહિત 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત 

0
10

રાજપીપળા: નર્મદા જિલ્લો એ આદિવાસી જંગલ વિસ્તાર ધરાવે છે અહીંયા અભિયારણો પણ આવેલા છે જેમાં ડેડીયાપાડા સાગબારા સહિતનો વિસ્તાર ગીચ જંગલો વાળો હોઈ અહીંથી અવારનવાર વિરપ્પનો દ્વારા લાકડાની ચોરીના બનાવ બનતા રહે છે જેમાં ડેડીયાપાડા વનવિભાગના રેંજર્સ ફોરેસ્ટર ્વારા રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પાસ પરમીટ વગરના ખેરના લાકડા ભરેલ ટેમ્પો પકડી પાડવામાં આવતા વીરપ્પનો માં ફફડાટ ફેલાયો હતો .

પ્રાપ્ત માહિતી મુજબ દેડીયાપાડા રેંજનો સ્ટાફ રૂટિન નાઈટ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કાબરીપઢાર ગામેથી પરવાનગી વગરના ખેરના લાકડા ભરેલી ગાડી પસાર થવાની છે જેથી ગાજરગોટા ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન રાત્રીના બે વાગ્યાના સુમારે નાકાબંધી દરમિયાન ટેમ્પો રોકતાં ડ્રાઈવર સહિત ત્રણ વ્યક્તિઓ નાસી છૂટ્યા હતા અને બેની અટક કરી હતી જેમાં ટેમ્પો નં જીજે ૯ ટી ૬૩૯૨ નંબરનો ટેમ્પો પાસ પરમીટ વગરના ખેરના લાકડા નંગ ૯૫ અને ૪.૩૧૧ ઘન મીટર જે પાસ પરવાનગી વગર હેરાફેરી કરતા હતા ત્યારે જેની સાથે એક મોટર સાઇકલ આગળ પેટ્રોલીગમાં ચાલતી હતી તેની પણ અટક કરવામાં આવી છે જે અંગે તા. ૨૬ એપ્રિલ ના રોજ ગુનો નોંધી ટેમ્પાની કિંમત રૂ ૧,૦૦,૦૦૦/- તથા ખેરના લાકડાની કિંમત રૂ ૧,૦૦,૦૦૦/- તેમજ પાયલોટીંગમાં ફરતી મોટર સાઇકલ ની કિંમત રૂ ૨૫,૦૦૦ મળી કુલ રૂ. ૨,૨૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ભારતીય વન અધિનિયમ કલમ ૪૧બી (ખ) મુજબ વનવિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY