રાજપીપળા સહકારી જિન મંડળીના પૂર્વ કમિટી સભ્યો વિરુદ્ધ કલમ 93 હેઠળ કાર્યવાહી શરૂ 

0
19

સરકારી ઓડીટરે એક સાથે 6 વર્ષનું ઓડિટ કરતા અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી 

રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ નાંદોદ તાલુકા સહારી જિનિંગ પ્રોસેસિંગ એન્ડ ોટન સેલ મંડળી ના 15 જેટલા પૂર્વ કમિટી સભ્યો વિરુદ્ધ મંડળીને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ જિલ્લા રીસ્ટારે ઓડિટ રિપોર્ટ ના આધારે કલમ 93 હેઠળની તપાસ નો હુકમ કરતા અને તપાસ અધિકારીએ તપાસ શરુ કરતા સહકારી ક્ષેત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા સહકારી જિન લગભગ 30 થી વધુ વર્ષથી બંધ હાલતમાં બિન કાર્યરત છે ત્યારે તેની તમામ મશીનરી અને માલસામાન પણ વેચી દેવામાં આવ્યો છે હાલ માત્ર સહકારી જિન પાસે બે ચાર જર્જરિત ગોડાઉન અને અમુક રૂમો છે અને મંડળી હાલ કસ્ટોડિયન શાસન હેઠળ છે અને વર્ષોથી ખોટમાં જતી મંડળી ને કસ્ટોડિયન ભાડાની આવક કરી આપી છે જોકે સૂત્રોના જણાવ્યા મુજબ કસ્ટોડિયન વહીવટ અગાઉ 6 વર્ષથી સહકારી જિનનો નિયમ મુજબ ઓડિટ પણ કરવામાં આવ્યો ન હતો પરંતુ કસ્ટોડીયને ઓડિટ કરાવતા અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે જેમાં મકાન રીપેરીંગ વગેરેના અન્ય ખર્ચ થી સંસ્થાને આર્થિક નુકસાન થતા સરકારી ઓડીટરે રિપોર્ટ કરતા જિલ્લા રીસ્ટારે સહકારી કાયદાની કલમ 93 હેઠળ તપાસ કાર્યવાહી શરુ કરી છે ત્યારે આ તપાસ ના અંતે શું નિર્ણય લેવાય છે એ જોવું રહ્યું .

અત્રે નોંધનીય છેકે સંસ્થા પાસે વિશાળ જમીન છે જેને ભૂતકાળમાં પ્લોટ પડી વેચાણ કરવાનો પણ કારસો રચાયો હતો જેનો વિરોધ થતા આ કારસો નિષ્ફળ ગયો હતો જયારે ગંભીર બાબત એ છેકે સંસ્થા સાથે જોડાયેલ મંડળીઓ પૈકી કેટલીક ફડચામાં ગયેલ છે જયારે કેટલીક મંડળી નિષ્ક્રિય છે છતાં પણ માત્ર કાગળ પર ચાલતી મંડળીમાં ચૂંટણી થતી હતી અને હજુ પણ જિલ્લા રજીસ્ટાર ચૂંટણી યોજવા તજવીજ કરતા હોય સરકારી આગેવાનો માં જિલ્લા રજીસ્ટાર ની આ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે તો શું જિલ્લા રજીસ્ટાર કોઈના દબાણ ને વસ થઈ આમ કરે છે…? આ સમગ્ર મામલે લોક લાગણી છેકે જિલ્લા કલેક્ટરે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ .

બોક્ષ : તપાસ સોંપી છે હજુ રિપોર્ટ આવ્યો નથી : જિલ્લા રજીસ્ટાર

આ બાબતે જિલ્લા રજીસ્ટાર એન ડી મ્હાલે ને પૂછતાં તેમને જણાવ્યું કે કલમ 93 હેઠળ કાર્યવહીની તપાસ સોંપી છે પરંતુ એક બે ડિરેક્ટરો ના જવાબ બાકી છે એ બાદ રિપોર્ટ આવશે અને ચૂંટણી બાબતે જણાવ્યું કે જે મંડળી નિષ્ક્રિય છે એવી મંડળી ને મતદાન માંથી બાકાત રખાય અને જે સક્રિય છે એ મંડળીના સભ્યો મતદાન કરી શકે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY