સુરત, તા.૨૯
વરાછા ખાતે મોટર સાઈકલ સવાર ત્રણ જણાંએ ચપ્પુની અણીએ રૂપિયા ૧૩,૭૦૦ની મતા લૂંટી ગયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોîધાવતા પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા શબરીધામ સોસાયટીમાં રહેતા કેતનભાઈ હિરજાભાઈ મોરડીયા ત્રિકમનગર ગેટ પાસે હતી, ત્યારે મોટર સાઈકલ નંબર જીજે-૦૫-એનએમ-૮૦૫૯ સવા ત્રણ અજાણ્યા ઈસમો અચાનક આવી ગયા હતા અને કેતનભાઈને આંતરી છરો બતાવી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા ૫૨૦૦ મિત્ર અમિતભાઈનો મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા ૧૩,૭૦૦ની મતાની લૂંટ કરી નાસી ગયા હતા.
વરાછા પોલીસો એ લૂંટની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વરાછાનો ત્રિકમનગર ભરચક વિસ્તાર હોય લૂંટારૂઓ]એ સરાજાહેર લૂંટ મચાવતા પોલીસ પણ આ મામલે ચોîકી ઉઠી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



