આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા નવ શકુનિઓ ઝડપાતા એલસીબીને મોટી સફળતા

0
58

રોકડા રૂપીયા ૪૯,૭૯૦/ તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૧૦,૫૦૦/ તથા ફોરવ્હીલ ગાડી-૨ કિ.રૂ.૨,૫૦,૦૦૦/ તથા મો.સા.-૨ કિ.રૂ.૪૦,૦૦૦/ તેમજ જુગાર ના સાધનો કિ.રૂ.૧૬૦/ મળી કુલ મુદામાલ રૂ.૩,૫૦,૪૫૦/ સાથે જુગારીઓની પકડી પાડતી એલ.સી.બી.નર્મદા 

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની દારૂ જુગારની સમગ્ર નર્મદા જિલ્લામાંથી ચુસ્ત પણે નાબુદીની સુચનાથી આમલેથા પો.સ્ટે. વિસ્તારના મલાવ ગામે રહેતાં જેન્તીભાઇ મથુરભાઇ વસાવા પોતાના આર્થીક ફાયદા સારૂ પોતાના ઘરની પાછળ વાડામાં ગે.કા.રીતે પૈસાની હારજીતનો જુગાર રમાડતાં હોય બાતમી આધારે રેડ કરતાં રોકડા રૂપીયા ૪૯,૭૯૦/ તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૧૦૫૦૦/ તથા ફોરવ્હીલ ગાડી નંગ-2 કિ.રૂ.૨,૫૦,૦૦૦/ તથા મો.સા.-૨ કિ.રૂ.૪૦,૦૦૦/ તેમજ જુગારના સાધનો કિ.રૂ.૧૬૦/ મળી કુલ મુદામાલ રૂ.૩,૫૦,૪૫૦/ સાથે…

આરોપીઓમા (૧) દિપક કંચનભાઇ પટેલ રહે. હજરપુરાતા. નાંદોદ (૨) વિશાલ પ્રકાશભાઇ અધ્યારૂ રહે.રાજપીપળા વિશાવગા (૩) જયેશ કિશનભાઇ વસાવા રહે.મોતીબાગ રાજપીપળા (૪) નંદકિશોર ઠાકોરલાલ શાહ રહે. રાજપીપળા, શેઠ ફળીયુ (૫)જીતેન્દ્ર પ્રવિણચંન્દ્ર ભગતવાલા રહે. રાજપીપળા,વડ ફળીયુ (૬) નિતેષ મનહરભાઇ પટેલ,રહે. દરબાર રોડ, શ્રીનાથજી મંદિર, (૭) કનુ મથુરભાઇ વસાવા રહે.ભરૂચ બી-૩૦ ગણેશ વિહાર સોસાયટી ,ઝાડેશ્વર રોડ તા.જી.ભરૂચ (૮)નામશરણ ઝીણાભાઇ ચીખલીગર,રહે. રાજપીપળા ,રાજેન્દ્રનગર, સોસાયટી (૯) જયંતી મથુરભાઇ વસાવા,રહે.પલાવ તા.નાંદોદ ને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આમલેથા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY