વિરાટ કોહલીને કાંડમાં ઈજા થતા બીસીસીઆઈ ટેન્શમાં

0
5

મુંબઈ,તા.૨૯
વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારત પ્રવાસ માટે આવી ગઈ છે અને ટેસ્ટ શ્રેણી આડે હવે થોડા દિવસો જ બચ્યા છે. જાકે ટીમ ઇન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પહેલા સમાચાર આવ્યા હતા કે એશિયા કપની ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ટાળવામાં આવી છે પણ હવે માહિતી મળી છે કે આ જાહેરાત સુકાની વિરાટ કોહલીની કાંડાની ઇજાના કારણે ટાળવામાં આવી રહી છે.
વિરાટ કોહલીને કાંડામાં ઈજા છે અને બીસીસીઆઈની સિલેક્શન કમિટી કોહલીના આ ઈજાની મેડિકલ રિપોર્ટની રાહ જાઈ રહી છે. બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે વિરાટને કાંડામાં ઈજા છે. આ માટે તેના પરિક્ષણ થયા છે. બસ નેશનલ ક્રિકેટ એેકેડમીમાં સહયોગી સ્ટાફ પાસેથી મેડિકલ અપડેટની રાહ જાવામાં આવી રહી છે. હજુ એ સ્પષ્ટ નથી કે વિરાટને કાંડામાં ઈજા કેવી રીતે થઈ છે. આ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ દરમિયાન કે ટ્રેનિંગ સેશનમાં થઈ હશે.
જા કોહલીની ઈજા ગંભીર નથી તો પસંદગીકારો બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરશે. ટીમની જાહેરાત શનિવારે સાંજે કે રવિવારે થાય તેવી સંભાવના છે. બોર્ડના સુત્રોના મતે પસંદગીકારો જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને ટેસ્ટ મેચમાં આરામ આપવાના મૂડમાં છે. ભારત માટે રાહતના સમાચાર એ છે કે સ્પિનર આર.અશ્વિને ફિટનેસ માટે યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે ટીમ માટે ઉપલબ્ધ રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY