ત્રણ ચાર દવા સરકારી કેસમાં લખ્યા બાદ એમાંથી એકાદ બે સિવિલ માંથી મળે છે બાકીની મેડીકલ માંથી લાવવા દર્દીઓ મજબુર,તો શું જરૂરી દવાનો જથ્થો સિવિલાં નથી કે તબીબોના કમિશનની બોલબાલા
અમુક ખાનગી તબીબોની માફક કમિશન ખાવા ટેવાયેલા સરકારી હોસ્પિટલના ડોક્ટરો જો આમ કરે તો નર્મદાની ગરીબ પ્રજા ક્યાં જશે..?
રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલ રેગ્યુલર સિવિલ સર્જન અને આરએમઓ સહીત મોટાભાગના ડોક્ટરો મુકાતા જિલ્લાના ગરીબ દર્દીઓને મોટી રાહત થઈ છે પરંતુ એ પૈકીના અમુક તબીબો સરકારી દવાખાનાના કેસ ઉપર જે દવા લખી આપે છે એ પૈકી મોટાભાગની ત્યાં ન મળતા બહારના મેડિકલ માંથી મોંઘી ખરીદવી પડતા ગરીબ દર્દીઓ ક્યાંતો અડધી દવા લે અથવા બહારની દવા વગર ગાડું ગબડાવતા મુશ્કેલીમાં મુકાય છે.
સરકારે દીનદયાલ ઔષધિ કેન્દ્ર નામના સ્ટોર જરૂર ખુલ્લા મુક્યા છે જ્યાં 70% થી 80% ના ઓછા ભાવે દવાઓ મળે પરંતુ આ સ્ટોરાં પણ મોટાભાગની દવાઓ ન મળતા દર્દીઓ એ બહાર ના સ્ટોરમાં જઈ ડબલ પૈસા બગાડવા પડે છે ત્યારે સરકારી દવાખાનનો મતલબ શું…? આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યાં મુજબ સિવિલના અમુક તબીબો બહારની દવા લખી આપે એ પણ સરકારી કેસ પેપર ઉપર અને દર્દીઓની તપાસ કર્યા બાદ દવા લખતાંજ જણાવી દે છે કે આમાંથી આ બે કે ત્રણ ગોળી અહીંયા નહિ મળે એ દીનદયાલ કે બહારના મેડિકલ માંથી લેવી પડશે. એનો મતલબ આ તબીબોને પહેલેથીજ ખબર હોય છે તો દવા મંગાવવા સિવિલના સ્ટોરમાં જાણ કેમ નથી કરવામાં આવતી …? કે પછી પોતાના અંગત સ્વાર્થ માટે બહારની દવા લખાય છે…? સાથે એમ પણ જાણવા મળ્યુ કે અમુક ડોક્ટરો સરકારી કેસમાં જે દવા લખી આપે એ કેસ ઉપર પોતાનું નામ પણ ખાનગી તબીબોની માફક લખે છે તેનો મતલબ પૂછતા એક સ્ટોર વાળએ ઓફ ધ રેકર્ડ જણાવ્યું કે ડોક્ટરનું નામ કે સિક્કો મારેલો હોય ત્યાં એમનું કમિશન કે અમુક વાર્ષિક ભેટ સોગાદનું સેટિંગ હોય શકે ત્યારે નર્મદા જિલ્લા જેવા આદિવાસી પછાત જિલ્લાના ગરીબ દર્દીઓ પાસે જો સરકારી તબીબો આ પેતરો અપનાવતા હોવાની વાતમાં થોડું પણ સત્ય હોય તો નવા મુકાયેલા સિવિલ સર્જન અને આરએમઓ એ આ બાબતે તપાસ કરી કડક પગલાં લેવા જોઈએ અને જે દવા કે ઇન્જેકસન સ્ટોકમાં ન હોય એ તાત્કાલિક મંગાવી દર્દીઓને ત્યાં મળતી દવાઓજ લખી આપવા તબીબોને કડક શબ્દોમાં સૂચના આપવી જોઈએ
દીનદયાલ માંથી પણ બિલ આપવામાં આવતા નથી
રાજપીપળા સરકારી હોસ્પિટલમાં આવેલા દીનદયાલ સ્ટોર માં દવા લેવા જતા દર્દીના બિલની એન્ટ્રી કોમ્પ્યુટર માં કરાય છે પણ ત્યાંથી મોટાભાગના દર્દીઓને બિલ આપવામાં આવતા નથી માટે દવાની સ્ટ્રીપ ઉપર લખેલી કિંમત કરતા અમુક ઓછી રકમ કાપી દર્દીઓને દવા પકડાવી દેવાતી હોવાની પણ બૂમ સાંભળવા મળી છે માટે સરકાર અને સિવિલ સત્તાધીશો આ બાબતે યોગ્ય પગલાં લે એવી માંગ છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




