બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારમારી,લાકડીઓ અને કુહાડી ઉછળી : સામસામે પોલીસ ફરિયાદ
રાજપીપળા : તિલકવાડા કાટકોઈ ગામે ગામની યુવતીને બાઈક પર બેસાડી લાવતા યુવાનને યુવતીનો ભાઈ જોઈ જતા આ નજીવી બાબતે બોલાચાલી થઇ મારામારી થઇ ઝગડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બે જૂથો વચ્ચે છુટ્ટાહાથની મારમારી,લાકડીઓ અને કુહાડી ઉછળી હતી આ બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ થતા પોલીસે 8 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલાા તિલકવાડા તાલુકાના કાટકોઈ ગામે રહેતા કુશાલ સવઇ તડવી વાળ કપાવવા માટે ગરૂડેશ્વર ગયેલા તે વખતે પોતાના ગામની અને ફળિયામાં રહેતી હીના તથા છાયાને ગરૂડેશ્વરથી કાટકોઇ આવવુ હતુ જેથી કુશાલ તડવી તેની બાઈક ઉપર બેસાડી ઘરે લાવતો હતો તે વખતે કાટકોઈ ગામના હાર્દિક રાજેશ તડવી, મનોજ બુધા તડવી, સુનિલ સાગર તડવી, ગજેન્દ્ર બચુ તડવી કોઠી ગામ ઉભા હતા જે જોઈ જતા કુશાલે પોતાની બાઈક પર બેસાડેલ છાયા ગામના હાર્દિક તડવીની બહેન થતી હોય,તેમને કુશાલ નેઉભો રાખી મારી બેન છાયાબેનને બેસાડી કઇ લઇ જાય છે તેમ કહી ઝગડો કરી છુટા પાડ્યા હતા. બાદમાં બંને પક્ષો સામસામે આવી ગયા સામે કુશાલ સવઇ તડવી, કેયુર જશુ તડવી, હિતેશ રતિ તડવી, જશુ રણછોડ તડવી સહિતના પણ સાથે આવી જતા ગામમાં મારામારી સર્જાઈ હતી અને છુટ્ટા હાથની મારામારી સાથે લાકડીઓ અને કુહાડી ઉછળી મોટું ધીંગાણું સર્જાયું જેમાં 8 જેટલા ઘાયલ થયા અને સામસામે બંને પક્ષે ગુનો નોંધાવતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કુશાલ સવઇ તડવી, કેયુર જશુ તડવી, હિતેશ રતિ તડવી, જશુ રણછોડ તડવી, હાર્દિક રાજેશ તડવી, મનોજ બુધા તડવી, સુનિલ સાગર તડવી, ગજેન્દ્ર બચુ તડવીની સામે ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાઈ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





