રાજપીપળા લગ્નમાં આવતા પટેલ પરિવારને તરોપા પાસે અકસ્માતમાં એકનું મોત

0
192

સ્વીફ્ટ ગાડી ટ્રેક્ટર સાથે ભટકાતા પતિનું મોત પત્નીને ગંભીર ઇજા જયારે બે બાળકોનો આબાદ બચાવ 

પતિ કૌશિકભાઈ પટેલ સ્વીફ્ટ ગાડીમાં પત્ની અને બે બાળકો સાથે રાજપીપળા ખાતે લગ્નમાં આવતા તરોપા પાસે અકસ્માત થયો

રાજપીપળા : નર્મદા જિલ્લાના તરોપા પાસે સ્વીફ્ટ ગાડીમાં પરિવાર સાથે લગ્નમાં જઈ રહેલા વ્યક્તિની ગાડી આગળ ચાલતા એક ટ્રેક્ટરમાં ઘૂસી જતા પતિનું મોત થયું હતું જયારે પત્ની અને બાળકોને ઈજાઓ થઈ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના પ્રતાપનાગર ગામમાં રહેતા કૌશિક જશભાઈ પટેલ સોમવારે રાત્રે રાજપીપળા ખાતે લગ્નમાં સ્વીફ્ટ ગાડી નં GJ-22-A-1082 લઈ પત્ની હેતલબેન અને બે બાળકો સાથે આવતા હતા એ સમયે તરોપા ગામ પાસે આગળ ચાલતા એક છાણીયું ખાતર ભરેલ ટ્રેકટરની પાછળ સ્વીફ્ટ ગાડી ઘૂસી જતા અકસ્માત થતા કૌશિકભાઈને માથામાં ગંભીર ઈજા પહોચી જયારે હેતલબેનને માથામા તથા તેમના બે બાળકોને સાધારણ ઈજાઓ પહોંચતા કૌશિક પટેલનું મોત થયું હતું જયારે ઈજાગ્રસ્ત હેતલબેન હાલ વડોદરા ખાતે સારવાર હેઠળ બેભાન હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતમાં બે બાળકોને મામૂલી ઇજા થતા આબાદ બચાવ થયો હતો આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY