કેવડિયા ખાનગી પાર્લરનો વિરોધ કરતા 18 ની અટકાયત : એક મહિલાની તબિયત લથડી 

0
59

પોલીસે 151 કરી જમીન માંગતા ગ્રામજનોમાં રોષ : હક્કની લડાઈમાં પોલીસ કેમ આડે આવે છે : આદિવસીઓ જેલમાં જવા તૈયાર 

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લીમડી બાર ફળીયા ગામના સર્વે નંબરમાં હાલ એક ખાનગી આઇસ્કીમ પાર્લર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિષરની બાજુમાં આવેલ બરફળિયા ગામના આદિવસી ખેડૂત મથુર કોયજી તડવીનો સર્વે નંબર 10 ની જમીનને એક ખાનગી વ્યકિતીને લગભગ 40 જેટલા લાખમાં વેચાતી લઇ  આઇસ્કીમ પાર્લર સરું કરવાની તૈયારીઓ કરે છે ત્યારે સરકાર માલેતુજારોને આદિવાસીઓની જમીનો વેચી સ્થાનિકોના બાળકોના ભવિષ્ય સામે ખતરો ઉભો કરીરહ્યા છે.એ વાતે બરફિયા ગામા લોકો રોષે ભરાયા અને ખાસ કરીને મહિલાઓ આ આઈસ્ક્રીમ પાર્લરનો વિરોધ કરી ધરણા પર બેસી ગયા એને આજે ત્રીજો દિવસ થયો ત્યારે આજે સવારે મહિલાઓ આવી આ આઈસ્ક્રીમ પાર્લરનો વિરોધ માટે ધરણા પ્રદર્શન કરતા આદિવાસીઓ પોતાના હક્ક માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે અને જે લોકશાહીમાં કરી શકાય પણ સત્તા આગળ શાણપણ નકામી એમ જે આદિવાસીઓ ની જમીનમાં ગેરકારયદેસર પાર્લર બનાવે છે એ શાહુકાર અને જમીનના માલિકોને ચોર ગણી કેવડિયા પોલીસે આજે 14 જેટલી મહિલા અને 4 પુરુષની અટકાયત કરી કેવડિયા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.

આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખતા મહિલા આગેવાન દક્ષાબેન કનુભાઈ તડવીને ચક્કર આવી ઢળી પડતા જેને તાત્કાલિક ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ બાબતે દક્ષાબેન તડવી એ જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓની જમીન છે છતાં કેવી રીતે વેપારીને આપી, એન.એ. કોને કરી અને કોને 40 લાખ લીધા સરકાર બહારથી વેપારીઓ બોલાવી અમારા પેટ પર લાતો મારે છે એ પોલીસ જોતી નથી અને જાણે અમે ગુનેગાર હોય એમ અમને આજે પકડી લાવ્યા અમે જેલ ભરો આંદોલન કરીશું, પણ આંદોલન ચાલુ જ રાખીશું, કહી રોષ ઠાલવ્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY