સાગબારા પોલીસે ચેકીંગ કરતા સ્કોર્પિઓ માંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો 

0
7

મહારાષ્ટ્ર થી વિદેશી દારૂ આગળ બે બાઈક પેટ્રોલિંગ કરતી હતી,પોલીસે 4.41 લાખનો મુદ્દામાલ સાથે 4 ની અટકાયત કરી 

રાજપીપળા : સાગબારા પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાતની ધનસેરા ચૅકપોસ્ટ પર પીએસઆઇ જી કે વસાવા ચેકીંગ કરતા હતા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ અને ડીવાયએસપી રાજેશ પરમારની સૂચનાથી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કે.એ.મકવાણા સાથે પી.એસ.આઈ જી. કે. વસાવા તથા તેમની ટીમ બાતમીના આધારે પાંચ પીપરી ટેકરા પર ચેકીંગમા હતા. તે દરમ્યાન એક સ્કોર્પિયો કાર મહારાષ્ટ્ર થી ગુજરાત તરફ આવતી હતી પોલીસે ચેકીંગ કરતા જેમાંથી વિદેશી બનાવટનો વિવિધ બ્રાન્ડ ની 461 બોટલ દારૂ મળી આવ્યો હતો.જે અંદાજિત 46,100 ની કિંમતનો પોલીસે જપ્ત કર્યો હતો.

સાગબારા પોલીસે તપાસ કરતા આ મુદ્દામાલ સ્કોર્પિયો કારમાં ભરી ઉમરપાડા લઇ જતા હતા. જેમાં ઉમરપાડા ના ઉચવાણનો રહીશ મહેશ શંકર વસાવા મહારાષ્ટ્ર ધુલિયાના આકાશ રવિંદ્ર ભોય, દિનેશ મનરાજ માલી ભેગા થઇ આકાશ રવિંદ્ર ભોયની માલીકીની સ્કોર્પીઓ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઈમ્પીરીયલ બ્લુ સુપ્રિયર ગ્રીન વ્હીસ્કીના કાચના કવાટરીયા ભરી લઇ આવતા હતા. સાથે આ સ્કોર્પિયો ગાડી સાથે બાઈક લઇ મહેશ શંકર વસાવા પાયલોટીંગ કરી તેની સાથે બીજી ગાડી પર આકાશ રવિંદ્ર ભોય એસ્કોટીંગ કરી મહેશ શંકર વસાવાના ઘરે ઉમરપાડા ખાતે લઈ જતા હતા. પોલીસે તમામને ઝડપી ગુનો નોંધી 46,100 નો મુદ્દામાલ, બે મોટર સાયકલ, મોબાઈલ અને 3.50 લાખનો મુદ્દામાલ કુલ મળી 4,41,100ના મુદામાલ સાથે ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY