નર્મદા કરજણ ડેમો માં પાણીનો સંગ્રહ કરી સરકાર તેને સ્થાનિક આદિવસીઓને આપવા કરતા તેનું વેપારી કરણ કરે છે. ધારાસભ્ય મહેશ વસાવાની રજૂઆત હતી
13 મી મેં સુધી સમગ્ર નર્મદા માં પાણી ની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો અમે મુખ્ય કેનાલ ના ગેટ બંધ કરી બહાર જતા પાણીને અટકાવીશું: મહેશ વસાવા
રાજપીપળા : કેવડિયા કોલોની મુખ્ય કેનાલ પાસે આજે ઘર્ષણ ના એંધાણની શક્યતા છે, બીટીપી દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા મુદ્દે 13 મી મેં સુધી સમગ્ર નર્મદામાં પાણીની વ્યવસ્થા કે ટેન્કરથી વૈકલ્પિક વ્યવસ્થા નહિ થાય તો અમે મુખ્ય કેનાલ ના ગેટ બંધ કરી બહાર જતા પાણીને અટકાવીશું એવી ચીમકી ધારાસભ્ય મહેશ વસાવા અને બીટીપી ના કાર્યકરો એ કરી હતી. જેને લઈને આંદોલન નું આમંત્રણ અપાતા બેનરો સોસીયલ મીડિયા માં ફરતા થયા છે અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે તો પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઇ શકે છે.
આખા ગુજરાતને પાણી પુરૂ પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ જે જિલ્લામાં આવેલ છે તે જિલ્લો નર્મદા માં હવે પાણી પ્રશ્ને આંદોલનનાં ભણકારા વાગી રહ્યા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી અધ્યક્ષ મહેશભાઈ વસાવા એ રાષ્ટ્રીય જળનીતિ 2002 નો અમલ કરી ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીનું ઉભુ થયેલું જળ સંકટ નિવારવા રાજ્યપાલ ને સંબંધતું નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમની સાથે કારોબારી ચેરમેન નર્મદા બહાદુર વસાવા, બીટીપી જિલ્લા પ્રમુખ ચૈતર વસાવા, સહકાર સિંચાઈ આધ્યક્ષ શકુંતલા વસાવા ની હાજરીમાં આધિક જિલ્લા કલેક્ટર ને આવેદન આપી ચીમકી આપી હતી. એ ચીમકી ના પગલે ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા સહીત મોટી સંખ્યામાં બીટીપી ના કાર્યકરો હાજર રહી રાજ્યમાં જતો 4500 ક્યુસેક પાણી નો જથ્થો બંધ કરી દેશે, જ્યાં સુધી નર્મદા જિલ્લાને પાણી નહિ મળે ત્યાં સુધી અહીંયાથી એક ટીપું બહાર નહિ જવા દઈએ એ બાબતે ઉગ્ર ઘર્ષણ થાય એવી શક્યતાઓ છે ત્યારે હવે જોવું રહ્યું કે કેનાલના ગેટ બંધ કરે છે કે તંત્ર તેમના આ કાર્યક્રમ ને નિષ્ફળ બનાવે છે જે બાબતે હાલ નર્મદા માં રાજકારણ ગરમાયુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





