હોસ્પિટલમાં દર્દીઓ વધી જતાં નીચે પથારી કરી સુવડાવેલા દર્દીઓ જોતા સાંસદ વિફર્યા બાદ મુખ્ય મંત્રીને રજુઆત કરવાની વાત કરી
રાજપીપળા : રાજપીપળા સીવીલ હોસ્પીટલની ભરુચ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લેતા દર્દીઓની હાલત જોઇને તેઓ અકળાઈ ઉઠયા હતા. જો કે રાજપીપળા સીવીલ હોસ્પીટલમા ક્ષમતા કરતા વધુ દર્દીઓ દાખલ થયા હોવાનું બહાર આવ્યુ છે. ત્યારે વધુ સગવડો ઉભી કરવા આરોગ્ય મંત્રી અને મુખ્ય મંત્રીને રજુઆત કરવા જણાવ્યુ હતુ.
નર્મદા જિલ્લાની એક માત્ર વળી રાજપીપળા સીવીલ હોસ્પીટલની સ્થાપના વર્ષ ૧૯૧૯માં રાજપીપળાના શ્રીમંત મહારાજાએ કરી હતી.૧૯૯૭માં આ હોસ્પીટલને સીવીલ હોસ્પીટલમાં કન્વર્ટ કરાઇ હતી. આમ વર્ષોથી સિવિલ હોસ્પિટલ એ જિલ્લાની સંજીવની ગણાય છે. રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં હાલમાં સાગબારામાં પાસે જાનૈયા ભરેલો ટેમ્પો પલ્ટી ખાતા કેટલાક ઇજાગ્રો રાજપીપળા રીફર કરાયા હતા તેમની ખબર પૂછવા સાંસદ મનસુખ વસાવા સિવિલની ઓચિંતી મુલાકાતે પહોંચતા ત્યાં અલગજ દ્રશ્યો જોવા મળ્યા 80 બેડની ક્ષમતા સામે 150 દર્દીઓ દાખલ થઇ જતા પલંગ ખુટી પડયા હોવાનું સાંસદ મનસુખ વસાવાને ધ્યાને આવતા તેઓ તાત્કાલીક સિવિલ સર્જનને બોલાવી જરૂરી પૂછ પરછ કરી હતી. શરૂઆતમાં તો સાંસદ ગુ્સામાં જણાયા હતા પરંતુ સાચી સ્થિતીનો ખ્યાલ આવતા જ તેઓએ મુખ્યમંત્રીને રજુઆત કરશે તેમ જણાવ્યુ હતુ.
સાંસદ પહોચ્યા ત્યારે હોસ્પીટલનાં તામ બેડ ફુલ હતા જેથી લોબીમાં એક ગાદલા પર ત્રણ-ત્રણ દર્દીઓને સુવડાવ્યા હતા. જોકે સીવીલ સર્જન ત્યા આવી પહોંચતા જ સાંસદને હકીકતથી વાકેફ કરતા જ સાચી સ્થિતીનો ખ્યાલ આવ્યો હતો. જેમાં હકીકત એવી છે કે, નર્મદા જીલ્લામા રોજ-બરોજ નાનાં મોટા ૪ થી ૫ અકસ્માત થાય છે તેમજ ખાસ કરીને ઉનાળામાં વધુ દર્દીઓ દાખલ થતા જ આ સ્થિતી ઉદભવી હતી.દર્દીઓ વધી પડતા આજથી ૫ વર્ષ પહેલા નવી સીવીલ હોસ્પીટલનું ખાતમુર્હુત કરાયુ હતુ જો કે, ત્યા પણ હોસ્પીટલનાં બાંધકામ બાબતે બે કોન્ટ્રાકટરો વચ્ચે ગજ્ગ્રાહ થતા આખો મામલો હાઇકોર્ટમાં પહોચતા આખી હોસ્પીટલનું કામ ખોરંભે ચઢયુ છે. ત્યારે હાલ આ જૂની હોસ્પિટલ માં આવી સ્તિથી છે . સાંસદની મુલાકાત સમયે ઓર્થોપેડીક સર્જનની તબીયત ખરાબ હોય તેઓ રજા પર હોવાનુ અને ઈએનટી સર્જનની હંગામી નિમણૂક થયેલ હોય તેઓ સપ્તાહમાં એકવાર વિઝીટ કરતા હોવાનું ધ્યાને આવતા હાલ તો સાંસદે સમગ્ર બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરાશે તેમ જણાવ્યુ છે.બાકી આ હોસ્પિટલ ની સ્તિથી વર્ષોથી આવીજ હોય અત્યાર સુધી ખાસ કોઈ રાજકીય નેતાએ આ બાબતે ખાસ પગલાં લીધા નથી ત્યારે સાંસદ મનસુખભાઇ હવે આ પરીસ્તીથીમાં બદલાવ લાવે તેવી સૌ આશા રાખી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






