રાજપીપળામાં સોલાર સિસ્ટમનું મીટર લગાવવામાં ગ્રાહકને ધક્કે ચઢાવતા આખરે મીટર લાગ્યું
દોઢ મહિનાથી મીટરના પૈસા ભરવા છતાં રાજપીપળા વીજ કંપનીના અધિકરીઓ એક ગ્રાહકને મીટર માટે રોજ ધક્કા ખવડાવતા હતા
અધિકારીઓ બે ચાર દિવસ માં લાગી જશે જેવા જવાબો આપી દોઢ મહિનો કાઢી નાખ્યો છતાં હજુ મીટર લાગ્યું ન હોય જંગ એ ગુજરાતના અહેવાલ બાદ તુરત લાગ્યું
રાજપીપળા : રાજપીપળા વીજ કંપનીના અંધેર વહીવટના કારણે ગ્રાહકો ધક્કે ચઢી રહ્યા હા જેમાં સરકારી સબસીડી પર મળતી સોલાર સિસ્ટમ લાગી ગયા બાદ દોઢ મહિનો થવા છતાં વીજ કંપની દ્વારા ગ્રાહકનું મીટર લગાવાયું ન હતું એ બાબતે જંગ એ ગુજરાતમાં અહેવાલ પ્રસિદ્ધ થયો અને અધિકારીઓની ઊંઘ ઉડી
રાજપીપળાના આશાપુરી માતાના મંદિર પાસે રહેતા જનકભાઈ મોદી એ બે મહિના પહેલા સરકારી સબસીડી વાળી યોજનામાં પોતાના મકાન પર એક સોલાર સિસ્ટમ ફિટ કરાવી ત્યારબાદ તેમને દોઢ મહિના પહેલા વીજ કંપનીની કચેરીમાં મીટર લગાવવા પૈસા પણ ભર્યા ત્યારે અઠવાડિયામાં મીટર લાગી જશે તેવો જવાબ ત્યાંથી મળ્યો હતો પરંતુ દોઢ મહિના જેવો સમય થવા છતાં વીજ કંપનીના અધિકારીઓ જનકભાઈ મોદીને મીટર બાબતે ધક્કે ચઢાવી રહ્યા હતા એ બાબતે જંગ એ ગુજરાત એ અહેવાલ પ્રસિદ્ધ કરતાજ તુરત જનકભાઈ મોદીનું મીટર લાગી ગયું .જોકે આ અહેવાલ સુરત વીજ કંપનીના એમ.ડી આંધ્ર અગ્રવાલ મેડમ એ વાંચતાજ રાજપીપળા વીજ કંપનીના અધિકારીઓને તાત્કાલિક આ મીટર લગાવવા સૂચના આપતા દોઢ મહિનાથી ગ્રાહકને ધક્કે ચઢાવતા અધિકારીની ઊંઘ ઉડી અને તાત્કાલિક આ જગ્યા પર મીટર લગાવવા એક ટીમને દોડતી કરી હતી આમ જંગ એ ગુજરાત એ આ ગ્રાહકની રજુઆત બાદ અહેવાલ પ્રસિદ્ધ કરતા વીજ કંપની રાજપીપળાના આળસુ અધિકારીઓ દોડતા થયા હતા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.940897505
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





