ઘરફોડ ચોરી અને ચિલઝડપના ગુનામાં ૪ની ધરપકડ

0
28

રાજકોટ,તા.૧૪
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે સૌરાષ્ટ્રભરમાં ચિલઝડપ કરતા ૨ આરોપીની ૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ સાથે જ પુષ્કરધામ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરી મામલે પોલીસે ૨ આરોપીની ૧૬.૫૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ઘરફોડ ચોરી અને ચિલઝડપ બંનેના ડિટેક્શન બદલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઈમ બ્રાન્ચને રૂપિયા ૧૫ હજારનું ઈનામ જાહેર કર્યું છે. આ સાથે જ મોજશોખ પુરા કરવા માટે બુલેટની ચોરી કરનાર વિદ્યાર્થીની પણ ધરપકડ કરવામાં આવી છે.
શહેરના પુષ્કરધામ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે ૨ આરોપીની ધરપકડ કરી છે. ભાણેજ અને જમાઈએ સગા માસીજીના ઘરમાં જ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે આરોપી પાસેથી ૧૬.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ચિલઝડપની ઘટનાને અંજામ આપતા ૨ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓ બાઈકની પણ ચોરી કરતાં હતા. ચિખલીગર ગેંગના રાજાસિંગ અને શકિતસિંગ પાસેથી પોલીસે ૩,૧૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY