રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા વાવડી ગામમાં જુગાર રમતા જુગારીયાઓને મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા જેમાં એક ફરાર થઈ ગયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે નજીકના વાવડી ગામમાં એક ઝુપડાની ઓથમા ગંજી પાના વડે તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમતા દાવ ઉપરના રોકડારૂપીયા ૨૩૫૦/-તથા મોબાઈલો નંગ-૪ કી.રૂ.૧૧૦૦૦/-તથા મોટર સાયકલો નં-૪ કી.રૂ.૬૫૦૦૦/-તેમજ અંગ ઝડતીમાથી કુલે રૂ.૧૭૫૦/-મળી કુલ્લે રૂપિયા ૮૦૧૦૦/- નો મુદ્દામાલ સાથે કુલ 6 ને ઝડપી પાડ્યા જયારે એક સુરેશ મહેશભાઇ વસાવા રહે.વાવડી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.પકડાયેલા 6 જુગારીયાઓમાં કંચન નરોતમભાઇ પ્રજાપતિ,રવી કંચન પ્રજાપતિ, અમીત કંચન પ્રજાપતિ પીન્કેશ શાંતીલાલ વસાવા,મેહુલ દશરથ વસાવા મહેન્દ્ર અરવિંદ વસાવા તમામ રહે. વાવડી,તા. નાંદોદ,નર્મદા ને ઝડપી જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



