કર્મચારીઓને વૃક્ષાના રોપાઓનું વિતરણ કરાયું
સુરત, તા.૮
વિશ્વભરમાં ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જુદી-જુદી થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ નો થીમ “બીટ ધ એર પોલ્યુશન” એટલે કે વાયુ પ્રદૂષણને હરાવવાનો છે. અદાણી હજીરા પોર્ટ પ્રા. લી જે હજીરા સ્થિત દક્ષિણ ગુજરાતનું એક માત્ર કોમર્શીયલ બંદર છે, તેના દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૧૯ ની ઉજવણી માટે બંદરની અંદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ કર્મચારીઓને વૃક્ષોનું વિતરણ, કંપનીની અંદરના વિસ્તારોમાં વૃક્ષારોપણ, વાયુ પ્રદૂષણ અંગે જાગૃતતા અંગે પરીસંવાદ કાર્યક્રમ તેમજ પર્યાવરણ સબંધિત પ્રશ્નોત્તરી સ્પર્ધા – હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં આયોજન કરવામાં આવ્યું હતુ. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓને પારીતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમો કંપનીના ઈ.એચ.એસ. વિભાગના વડા શ્રી રૂપેશ જાંબુડીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ હતું. કંપનીના કર્મચારીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




