દેડીયાપાડાના ચીકદા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત,પાંચને ઇજા 

0
18

દેડીયાપાડા ચીકદા પાસે રોડ ઉપર થ્રી વ્હીલ ટેમ્પાને ટ્રકે ટક્કર મારી સાથે પાંચ રાહદારીને અડફેટે લીધા

એક રાહદારીનું મોત થ્રી વ્હીલ ટેમ્પા સહીત પાંચ રાહદારી શ્રમજીવીને ગંભીર ઇજા 

રાજપીપળા ￰: નર્મદા જિલ્લાના ચીકદા રોડ પર ટ્રક ચાલકે એક થ્રી વ્હીલ ટેમ્પા સાથે પાંચ રાહદારી શ્રમજીવીઓને અડફેટે લઇ ફંગોળી દીધા આ હિટ એન્ડ રન ના કેશમાં એક શ્રમજીવીનું કરુણ મોત નીપજ્યું જયારે થ્રી વ્હીલના ચાલક સહીત પાંચ ઘવાયા હતા. પોલીસે આ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડાના ધનખેતર ગામે રહેતા રાયસીંગ વેસ્તા વસાવા પોતાના થ્રિ વહીલ ટેમ્પામાં સામાન ભરી સવારે 8 કલાક ની આસપાસ ડેડીયાપાડા તરફ જતો હતો અને તેના ટેમ્પાની થોડે આગળ પાંચ જેટલા શ્રમજીવી ચાલતા મજૂરી માટે જતા હતા. ત્યારે પાછળથી એક અજાણી ટ્રક ચાલકે આવી ટેમ્પાને ટક્કર મારી ફંગોળી દીધા અને આગળ ચાલતા ખોખરા ઉંમરના રહીશ પાંચ રાહદારીને પણ ફંગોળી ટ્રકને સ્થળ ઉપર મુકી ચાલક નાસી ગયો હતો. આ ચાલકે રાહદારીઓ પૈકી દમણીયા જાતરીયા વસાવા, નારસીંગ વેસ્તા વસાવા, અશ્વિન ભારજી વસાવા, મહેશ વેસ્તા વસાવા આ તમામને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને સારવાર માટે ડેડીયાપાડા આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યાં હતાં.જેમાં માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દમણિયા વસાવાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બાબતે પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY