હીરા બજારે સ્વૈચ્છીક રીતે બંધ પાળ્યો : શોક સભા પણ યોજાઈ

0
29

કામકાજ બંધ રાખી લોકોએ મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી પાઠવી
સુરત, તા. ૨૫
સરથાણા પાસે તક્ષશીલા આર્કેડની ભયાનક આગમાં મોતને ભેટેલા ૨૦ વિદ્યાર્થીઓને સુરત હીરા બજાર દ્વારા સામૂહિક શ્રદ્ધાંજલી આપી મહિધરપુરા અને વરાછા હીરાબજાર સ્વૈચ્છીક રીતે સ્વયંભુ બંધ પાળી શોકસભામાં જોડાયા.
સુરત ડાયમંડ એસોસિએશનના દિનેશભાઈ નાવડીયા અને સુરત સેફ વોલ્ટ ડિપોઝીટ એસો.ના અધ્યક્ષ બાબુભાઈ ગુજરાતી દ્વારા આજે શોકસભા આયોજીત કરવામાં આવી હતી. તક્ષશીલા આર્કેડની દુર્ઘટનામાં ૨૦ વિદ્યાર્થીઓના મોતના બનાવમાં સમગ્ર હીરાબજારે આ ઘટનાને વખોડી કાઢી છે. આ જધન્ય અગ્નિકાંડમાં ૨૦ માસુમ ભૂલકાઓનું ભવિષ્ય ભુંજાઈ ગયું. કમભાગી પરિવારોને ઈશ્વર સહનશક્તિ આપે અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે આજે મહિધરપુરા અને વરાછા હીરાબજાર સ્વયંભુ સ્વૈચ્છીક બંધ પાડ્યો હતો. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત શોકસભામાં હીરાબજાર અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો સ્વૈચ્છીક રીતે ઉપસ્થિત રહી મૃતકોના માનમાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી. ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ શોકસભામાં હાજર રહ્ના હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY