કચ્છ મોરબી સાંસદના પ્રયાસથી સયાજી નગરી અને કચ્છ એકસપ્રેસ માં વધારાનો થર્ડ એ.સી. કોચ

0
128

ભુજ:કચ્છ – મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયાસથી પશ્ચિમ રેલ્વે દ્વારા કચ્છ જતા યાત્રીઓની વધતી સંખ્યા અને તેમની સુવિધા માટે જૂન માસમાં નીચે મુજબની ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવી રહ્યા છે. જેથી આ ટ્રેનોમાં વેઇટીંગ લિસ્ટમાં ઘટાડો થશે તથા તેમનો પ્રવાસ આરામદાયક રહેશે.

ટ્રેન નંબર 19116/19115 ભુજ-દાદર-ભુજ સયાજીનગરી એક્સપ્રેસમાં તારીખ 01 જૂન 2019 થી 30 જૂન 2019 સુધી ભુજ સ્ટેશનેથી વધારાનો એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે તેમજ તારીખ 02 જૂન 2019 થી 01 જુલાઈ 2019 સુધી દાદર સ્ટેશને થી વધારાનો એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

ટ્રેન નંબર 22956/22955 ભુજ-બાંદ્રા-ભુજ કચ્છ એક્સપ્રેસમાં તારીખ 01 જૂન 2019 થી 30 જૂન 2019 સુધી ભુજ સ્ટેશનેથી (તા.6,9,13,16 જૂન ને છોડીને) વધારાનો એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે તેમજ તારીખ 02 જૂન 2019 થી 01 જુલાઈ 2019 સુધી બાંદ્રા ટર્મિનસ સ્ટેશને થી (તા. 7,10,14,17 જૂન ને છોડીને) વધારાનો એક થર્ડ એસી કોચ જોડવામાં આવશે.

પત્રકાર ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY